Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં મે માસના સ્‍વાગત કાર્યક્રમ માટે તા.10 મે સુધીમાં પ્રશ્નો મોકલી આપવા અનુરોધ

સ્‍વાગત કાર્યક્રમમાં અરજદારશ્રી બે થી વધુ પ્રશ્નરજૂ કરી શકશે નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: રાજ્‍યમાં નાગરિકોના ગ્રામ્‍ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરીયાદો અસરકારક અને ન્‍યાયિક રીતે હલ થાય તે માટે મુખ્‍યમંત્રીશ્રીએ ‘‘જિલ્લા સ્‍વાગત”, ‘‘તાલુકા સ્‍વાગત” કાર્યક્રમ ચાલુ કર્યો છે. માહે- મે – 2023 માસમાં સ્‍વાગત કાર્યક્રમહેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે.
મે – 2023 માસનો તાલુકા સ્‍વાગત કાર્યક્રમ તા.24/05/2023ને બુધવારના રોજ તથા જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ તા.25/05/2023ને ગુરૂવારનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રજૂઆત કરવા માંગતા અરજદારોએ પોતાના પ્રશ્નો/રજૂઆતોનાં નિકાલ માટેની વિગતવાર અરજી, જરૂરી આધાર પુરાવાઓ સહિત અરજીઓ ‘મારી અરજી તાલુકા સ્‍વાગત/જિલ્લા સ્‍વાગતમાં લેવી’ તેવા મથાળા હેઠળ તા.10/05/2023 સુધીમાં બિનચુક રજૂ કરવા વિનંતી છે. ઉપરોક્‍ત અરજીઓ પૈકી તાલુકા કક્ષાએ નિકાલ કરવા પાત્ર ગ્રામ/તાલુકાની અરજીનો તાલુકા સ્‍વાગત કાર્યક્રમ તા.24/05/2023ને બુધવારે જે-તે તાલુકાની મામલતદાર કચેરીમાં સવારે 11-00 કલાકે યોજાશે. જેથી અરજી કરનાર અરજદારોને જે-તે મામલતદાર કચેરી દ્વારા સ્‍વાગત કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે. તેઓએ તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં હાજર રહી રજૂઆત કરવાની રહેશે. ઉપરોક્‍ત અરજીઓ પૈકી જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર અરજીઓનો જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ તા.25/05/2023ને ગુરૂવારે કલેકટર કચેરી, વલસાડનાં સભાખંડમાં સવારે 11.00 કલાકે યોજાશે. આ કામે જે તે અરજદારોને કલેકટર કચેરી દ્વારા સ્‍વાગત કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે. તેઓએ જિલ્લા સ્‍વાગત કાર્યક્રમમાં હાજરરહી રજૂઆત કરવાની રહેશે.
ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં કોર્ટ કેસ/ સબ જ્‍યુડિશીયલ બાબતો/ માહિતી અધિકારી હેઠળની અરજીઓ/ સેવાકીય બાબતો/ કોઇ ખાતાની નિમણુંકની બાબતો, સર્વિસ મેટર અને અરજદારની સહી વગરની અરજીઓ લેવામાં આવશે નહી, જેની સબંધકર્તાઓએ નોંધ લેવી. સ્‍વાગત કાર્યક્રમમાં અરજદારશ્રી બે થી વધુ પ્રશ્ન રજૂ કરી શકશે નહી.

Related posts

ઉમરગામના માણેકપુર ખાતે યોજાયેલી વારલી સમાજની ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં 166 ટીમોએ લીધેલો ભાગ: ઉમરગામ ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ઉપસ્‍થિત રહી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ 

vartmanpravah

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

દમણ જિલ્લાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ આપત્તિના સામના માટે સજ્જ : એનડીઆરએફ અને કોસ્‍ટ ગાર્ડ સાથે સફળ સંકલન

vartmanpravah

બીલીમોરા – ચીખલી સહિત ખેરગામ પંથકમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી માટે રંગબેરંગી કલરઅને પિચકારીઓનું વેચાણ શરૂ

vartmanpravah

અન્‍ય ઔદ્યોગિક વસાહતો કરતા વાપી વસાહતનો સૌથી ઊંચો પાણી દર હોવાથી ઉદ્યોગકારોમાં કચવાટ

vartmanpravah

વાપી સ્‍કૂલ કોલેજ તથા સામાજિક સંસ્‍થાઓ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment