Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોડ અકસ્‍માતમાં લોકોના જીવ બચાવનાર સેવાભાવી વ્‍યક્‍તિ અને પોલીસકર્મીઓનું વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ સન્‍માન કર્યું

ગુડ સમરીટન એવોર્ડ અને વેબસાઈટનું રિલોન્‍ચીંગ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે ગાંધીનગરથી કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: રોડ અકસ્‍માતમાં મૃત્‍યુનું પ્રમાણ અટકાવી શકાય અને ઈજાગ્રસ્‍તને ઝડપી સારવાર મળી શકે તે માટે મદદરૂપ થનાર સેવાભાવી વ્‍યક્‍તિ અને પોલીસ ખાતાના કર્મચારીઓને વલસાડ ક્‍લેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને મળેલી માર્ગ સલામતી સમિતિની બેઠકમાં ગુડ સમરીટન એવોર્ડના ભાગરૂપે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી.
માર્ગ અકસ્‍માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્‍તો માટે સૌથી પહેલાનો 1 કલાકનો સમય ગોલ્‍ડન અવર તરીકે ખૂબ જ અગત્‍યનો હોઈ છે. આ સમયે લોહી વધુવહી જવાના કારણે અથવા તો ગંભીર ઈજાને કારણે જીવન અને મૃત્‍યુની વચ્‍ચે કટોકટીભરી સ્‍થિતિમાં વ્‍યક્‍તિ મુકાય જાય છે. આવા સમયે ઈજાગ્રસ્‍તોને વ્‍હારે આવી તાત્‍કાલિક હોસ્‍પિટલમાં ખસેડવાથી માંડીને 108 એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરી મદદરૂપ થનાર સેવાભાવી વ્‍યક્‍તિઓનું ગુડ સમરીટન એવોર્ડથી સન્‍માન કરવા માટે રાજ્‍ય સરકાર દ્વારા તા.19 જાન્‍યુઆરીએ ગાંધીનગર સચિવાલય ખાતે તાપી સમિતિ ખંડ, સ્‍વર્ણિમ સંકુલ-1માં મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને વાહન વ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્‍થિતિમાં સ્‍કીમ ઓફ એવોર્ડ ટુ ગુડ સમરીટનનું રીલોન્‍ચીંગ કરવામાં આવ્‍યું હતું. સાથે ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની ત્ર્દ્દદ્દષ્ટઃ//યિંષશ્વંર્તી.યિંર્ષીર્શ્વીદ્દ.ંિંરુ.શઁ/ વેબસાઈટનું પણ લોન્‍ચિંગ કરાયું હતું. આ પ્રસંગે વીડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી રાજ્‍યના તમામ જિલ્લાના કલેકટરશ્રી અને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્‍ચ અધિકારીઓ જોડાયા હતા.
વલસાડ જિલ્લા કલેકટર કચેરીમાં આ કાર્યક્રમ વેળા છેલ્લા 1 મહિનામાં રોડ અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍તોને મદદરૂપ થનાર સંકેત કાંતિલાલ પટેલ, જિનલ અનુપ પટેલ બંને રહે. ભીનાર ફળિયા, કુંડી, શૈલેષ કમલેશ હળપતિ રહે. ડુંગરીમોરા, પાલણ, તા.વલસાડ, અવિનાશ અનિલ રાઠોડ રહે.વેસ્‍ટ રેલવે યાર્ડ, તા.વલસાડ, રમેશ સી. ભારસત રહે. બાબરખડક,વલસાડ અને પોલીસ ખાતામાંથી મદદરૂપ થનાર એએસઆઈ જયેશ મોહનભાઇ, પીસી અશ્વિન અનિલભાઈ, એચસી બિપિન ગુલાબભાઈ, એચસી મુકેશ પાંડુરંગભાઈ, પીસી અમિત ભીખુભાઇ અને પીસી રામકળષ્‍ણ ધનરાજભાઈનું કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા, પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી અને નિવાસી અધિક કલેકટર અનસૂયા જહાના વરદ હસ્‍તે પુષ્‍પગુચ્‍છ અને શાલ વડે સન્‍માન કરવામાં આવ્‍યું હતું સાથે તેમણે કરેલી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ બદલ અભિનંદન અને ધન્‍યવાદ પણ પાઠવ્‍યા હતા.
આ બેઠકમાં વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, ધરમપુર પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયા, વલસાડ જિલ્લા ઈન્‍ચાર્જ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી નિકુંજ ગજેરા અને આરટીઓ ઈન્‍સ્‍પેક્‍ટર એ.ડી.ચૌધરી સહિતના અધિકારીઓ અને સન્‍માનિત થયેલા સેવાભાવી વ્‍યક્‍તિઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણના ડાભેલ સ્થિત રાવલ વસિયા યાર્ન ડાઇંગ પ્રા.લિ.માં લાગેલી આગથી મચેલી અફરાતફરી

vartmanpravah

કોંગ્રેસના શાસનમાં તગડા બનેલા નેતાઓએ પક્ષને કરેલા દગાનો ભોગ આજે દાદરા નગર હવેલીની જનતા ભોગવી રહી છેઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશ શર્મા

vartmanpravah

પારડી તાલુકાના ૪૦ ગામો માટે રૂ.૧૧૨.૪૮ કરોડની પારડી પાણી જુથ પુરવઠા યોજના પૂર્ણતાને આરે

vartmanpravah

દમણની ઘેલવાડ ગ્રામ પંચાયતમાં ‘સબકી યોજના સબકા વિકાસ’ અંતર્ગત યોજાઈ ગ્રામસભા

vartmanpravah

બાળકો સંબંધિત સમસ્‍યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ અભિગમ સાથે સમસ્‍યાઓનો સામનો કરવા માટે ન્‍યાયતંત્રની પ્રક્રિયાને સમજવા માટે કલેક્‍ટર ભાનુ પ્રભાના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં દીવના ફૂદમ પોલીસ મુખ્‍યાલયના સભાખંડમાં યોજાયેલી બેઠક

vartmanpravah

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah

Leave a Comment