October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયતે આનંદ ઉત્‍સાહ-ઉમંગ સાથે કરેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

સરપંચ મુકેશ ગોસાવીએ ગ્રામજનોને સવાલદાર બનવા આપેલી શિખામણઃ ડિજિટલ લાઈબ્રેરીના થઈ રહેલા આરંભની આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 77મા સ્‍વાતંત્ર્ય દિવસનીઉજવણી ખુબ જ આનંદ અને ઉત્‍સાહપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં ગ્રામજનો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ગ્રામજનોને સવાલદાર બનવા હાકલ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પંચાયતમાં જે પણ કઇંક થતું હોય તે જાણવાનો તમને અધિકાર છે. કારણ કે, 2020 પહેલાં 10 વર્ષ જે પંચાયતમાં ભ્રષ્‍ટાચાર થયો હતો તેનું મુખ્‍ય કારણ કે આપણે સવાલદાર નહીં હતા. તેથી જો તમે સવાલદાર બનશો તો જ તંત્ર જવાબદાર પણ બનશે. તેમણે જણાવ્‍યું હતું કે, છેલ્લાં પોણાત્રણ વર્ષના સમયગાળામાં દમણવાડા પંચાયત વિસ્‍તારની પ્રતિષ્‍ઠા સુધરી છે. આજે દમણવાડાનો નાગરિક કોઈપણ ઓફિસમાં જાય તો તેને સારી રીતે સાંભળી માનપાન પણ આપવામાં આવે છે. કારણ કે, દમણવાડાના લોકો પ્રમાણિક અને કાયદાને માન આપનારા છે તેની પ્રતિતિ આપણે કરાવી છે.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પોણાત્રણ વર્ષના કાર્યકાળમાં આપણી બનેલી લાઈબ્રેરી ખુબ મોટી ભેટ છે. આવતા દિવસોમાં ડિજિટલ લાઈબ્રેરીનો પણ આરંભ થવાનો છે. તેમણે જણાવ્‍યું હતું કે, આ ઉપલબ્‍ધિ નાનીસૂની નથી. પરંતુ આવતા વરસો બાદ યાદ કરશો કે પંચાયતે બનાવેલી લાઈબ્રેરીથી સાચા અર્થમાં ગામમાં પરિવારમાં અને જીવનમાં ખુબ મોટુંપરિવર્તન આવ્‍યું છે.
આ પ્રસંગે દમણવાડા ગ્રા.પં.ના સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, શ્રી મંગેશ હળપતિ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, સલાહકાર સમિતિના શ્રી હરેશભાઈ (પપ્‍પુભાઈ) બારી, શ્રી રવુભાઈ બારી, શ્રીમતી જોશીલાબેન બારી, પૂર્વ ઉપ સરપંચ શ્રીમતી કલ્‍પનાબેન હળપતિ, શ્રીમતી પ્રીતિબેન હળપતિ, ભામટી પ્રગતિ મંડળના અધ્‍યક્ષ શ્રી કિશોરભાઈ દમણિયા, દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પૂર્વ પ્રમુખ શ્રી અનિલભાઈ દમણિયા સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રોહિત ગોહિલે કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવામાં દમણવાડા ગ્રા.પં.ના સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલના નેતૃત્‍વમાં તમામ સ્‍ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

વાપી બંગાળી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વીઆઈએમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાઘછીપા લૂંટના વોન્‍ટેડ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

સ્‍વ.દેવકીબા મોહનસિંહજી ચૌહાણની પુણ્‍યતિથિ નિમિત્તે સેલવાસમાં યોજાયો રક્‍તદાન કેમ્‍પ

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને 2 જૂને અનામત બેઠકોનો ડ્રો થશે

vartmanpravah

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

vartmanpravah

પારડી નગરપાલિકા પશ્ચિમ વિભાગના લોકોને પડતી પાણીની સમસ્‍યા ટૂંક જ સમયમાં દૂર થશે

vartmanpravah

Leave a Comment