October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દમણમાં ડેંગ્‍યુ અને વાયરલ ફિવરનો વધેલો પ્રકોપ : વાપી-વલસાડની હોસ્‍પિટલોમાં પણ સારવાર લઈ રહેલા ડેંગ્‍યુના દર્દીઓ

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગેચોમાસા પૂર્વે અને ચોમાસા બાદ સેવેલી ઉદાસીનતાથી દમણ જિલ્લામાં ડેંગ્‍યુ તથા વાયરલ ફિવરનો રોગચાળો વકરી રહ્યો હોવાની લોકમાન્‍યતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/ તા.09
તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે દમણમાં ડેંગ્‍યુ અને વાયરલ ફિવરના ઘણા કેસો વધી રહ્યા હોવાની માહિતી સાંપડી છે. દમણના ઘણા દર્દીઓ ડેંગ્‍યુના પોઝિટીવ રિપોર્ટ સાથે વલસાડની હોસ્‍પિટલમાં પણ દાખલ થયેલ હોવાની જાણકારી મળી રહી છે અને દમણની હોસ્‍પિટલોમાં પણ ડેંગ્‍યુ તથા વાયરલ ફિવરના અનેક કેસો આવી રહ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે.
સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગે આ વખતે ચોમાસા પહેલા અને ચોમાસા પછી સેવેલી ઉદાસીનતાના કારણે રોગચાળો માથુ ઊંચકી રહ્યો હોવાનું સ્‍થાનિકો માની રહ્યા છે. હાલમાં પડેલા વરસાદના કારણે ખાડા-ખાબોચિયામાં પાણી ભરાવાની સાથે કેટલાક પ્‍લાસ્‍ટિક, ટાયર કે અન્‍ય સ્‍થળોએ ભરાતા પાણીના કારણે ડેંગ્‍યુનો ઉપદ્રવ નાની દમણ શહેરી વિસ્‍તારમાં વધ્‍યો હોવાનું જાણવા મળે છે.
ભૂતકાળમાં આરોગ્‍ય વિભાગ દ્વારા સમયાંતરે કરાતો દવાનો છંટકાવ તેમજ ધુમ્રસેરની પ્રથા પણ હાલમાં દેખાતી નથી. તેથી આરોગ્‍ય વિભાગ તાત્‍કાલિક વકરેલા ડેંગ્‍યુ અને વાયરલ ફિવરને રોકવા યુદ્ધ સ્‍તરે કામ કરે એવી વ્‍યાપક લોકલાગણીવ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

જેસીઆઈ નવસારીના પ7મા સ્‍થાપના દિનની ઉજવણી પ્રસંગે જેસીઆઈ નવસારીના નવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલની વરણી કરાઈ

vartmanpravah

ડીએમસી વોર્ડ નંબર 7માં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના-આયુષ્‍યમાન ભારત કેમ્‍પ યોજાયો

vartmanpravah

અંતે વલસાડ પાલિકાએ રખડતા ઢોરને પાંજરે પુરવાની કાર્યવાહી આરંભી : 10 ઢોર પાંજરાપોળમાં મોકલ્‍યા

vartmanpravah

સેલવાસમા ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા આયોજીત ભાગવત કથા સપ્તાહનું સમાપન કરાયું

vartmanpravah

..જ્‍યારે એક દિકરાએ જ પોતાની 80 વર્ષની માતાને પોતાના વતનથી દૂર દમણ ખાતે રઝળતી છોડી દીધી સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ વિભાગ અને દમણ પોલીસે 80 વર્ષિય વૃદ્ધાની જીંદગી બચાવવાની સાથે સંવેદનશીલતાનો આપેલો પરિચય

vartmanpravah

દાનહમાં લાયસન્‍સધારી દુકાનોમાં કન્‍ટ્રી લીકરના ભાવે જ મળતો વિદેશી દારૂઃ કન્‍ટ્રી લીકરના લાયસન્‍સધારીઓની કફોડી સ્‍થિતિ

vartmanpravah

Leave a Comment