December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ પોલીકેબ કંપની દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની કરાયેલી આનંદ-ઉત્‍સાહથી ઉજવણી

પોલીકેબના પ્રેસિડેન્‍ટ આર.કે.કુંદનાનીએ લહેરાવેલો તિરંગો

પોલીકેબ કંપનીએ દમણથી સુરત-મુંબઈ વચ્‍ચેના કોસ્‍ટલ
હાઈવેને તિરંગાની રોશનીથી ઝગમગાવતા પ્રવાસીઓ અને
સ્‍થાનિકોને સેલ્‍ફી લેવા પડેલી મોજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: દર વર્ષની જેમ દેશની નંબર વન વાયર અને કેબલ ઉત્‍પાદક પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા તેના તમામ એકમોમાં તિરંગો લહેરાવી ખુબ જ ધામધૂમથી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝ દમણના પ્રેસિડેન્‍ટ શ્રી આર.કે.કુંદનાનીએ તિરંગો લહેરાવી સ્‍વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના આપી હતી. દેશની સ્‍વતંત્રતા માટે બલિદાન આપનારા વીર સપૂતોને નમન કર્યા હતા.
આ પ્રસંગે પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રેસિડેન્‍ટ અને કાર્યક્રમના ચેરમેન શ્રી આર.કે.કુંદનાનીને સિક્‍યોરીટી મેનેજર શ્રી મુકેશ વૈષ્‍ણવ દ્વારા પેન્‍સિલ સ્‍કેચથી બનાવવામાં આવેલ શાનદાર તસવીર ભેટ આપી પારંપારિકરીતે સન્‍માન કર્યું હતું.
પોલીકેબ કંપનીએ દમણથી મુંબઈ અને સુરત તરફ જવાવાળા કોસ્‍ટલ હાઈવેને તિરંગાની રોશનીથી ઝગમગાવતા અહીંના સ્‍થાનિકો અને પ્રવાસીઓએ બિરદાવી પોતાની સેલ્‍ફી પણ લીધી હતી. આ કાર્યક્રમમાં કંપનીના કર્મચારીઓ સાથે ઉચ્‍ચ અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

ધરમપુર તાલુકાની ચાર વાંચન કુટિરોમાં 15 મી ઓગસ્‍ટે પુસ્‍તક પ્રદર્શન અને ચિત્ર સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીની વિજય મર્ચન્‍ટ ટ્રોફી ટુર્નામેન્‍ટમાં પસંદગી

vartmanpravah

પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સંપૂર્ણ આદિવાસી તાલુકા કપરાડામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

vartmanpravah

ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment