October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચિવલ ખાતેથી દારૂ ભરેલ ટ્રક ઝડપતી પારડી પોલીસ

રૂા.2.64 લાખનો દારૂ અને 10 લાખની ટ્રક મળી રૂા.12.64 લાખનો મુદ્દામાલ કબજે કરતી પારડી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: પારડી પોલીસ મથકના પી.આઈ બી.જે.સરવૈયા તેમની ટીમ સાથે પેટ્રોલીંગમાં ફરી રહ્યા હતા. જે દરમિયાન સેલવાસથી એક ટ્રક નંબર જીજે-15-એક્‍સએક્‍સ-7637 માં દારૂનો જથ્‍થો ભરી નીકળી હોવાની તેમજ આ ટ્રકનું સ્‍પ્‍લેન્‍ડર બાઈક ચાલકપાયલોટિંગ કરતો હોવાની બાતમી મળતા પોલીસે નાનાપોંઢાથી ધરમપુર જતાં રોડ પર ચીવલ ગામ તોરણવેરા ફળિયા ખાતે વોચ ગોઠવી હતી અને આ દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે ઝડપી પાડી હતી. આ ટ્રકમાંથી પોલીસને વિદેશી દારૂના બોક્ષ નંગ 62 જેમાં બોટલ નંગ 1908 જેની કિંમત રૂા.2,64,000નો જથ્‍થો હાથ લાગ્‍યો હતો. જેથી પોલીસે ટ્રક રૂા.10,00,000ની ટ્રક અને દારૂ મળી કુલે રૂા.12,64,000/-નો મુદ્દામાલ કબજે લઈ ચાલક ધર્મેશ ગમનભાઈ પટેલ રહે.નવસારી, વાંસદા, સિણધઈ, ગામ લિલવણ ફળિયાની ધરપકડ કરી છે. જ્‍યારે આ ટ્રકનું સ્‍પ્‍લેન્‍ડર બાઈક પર પાયલોટિંગ કરતો અને સેલવાસથી દારૂનો જથ્‍થો ભરાવી આપનાર અક્ષય દિનેશભાઈ પટેલ રહે.વલસાડ ધરમપુર ભેંસધરા ગામ ઉપલા ફળિયાને વોન્‍ટેડ જાહેર કર્યો છે.

Related posts

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે પંડીત દીન દયાળ ઉપાધ્‍યાયની 108મી જન્‍મ જયંતિની કરેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની ઔર એક સિદ્ધિઃ ટી.બી.ઉન્‍મૂલનની દિશામાં કરેલી મહત્‍વપૂર્ણ પ્રગતિ સર્વશ્રેષ્‍ઠ કાર્યો માટે તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

vartmanpravah

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક દિવાળી રજા દરમિયાન પ્રદેશ બહાર રહેતા દમણમાં જુગાર, મટકા, ઓઈલ-કેમિકલ ચોરી તથા અનીતિધામના અડ્ડાઓ ઠેર ઠેર ખુલી ગયા હોવાની સોશિયલ મીડિયા ઉપર ચર્ચા

vartmanpravah

ચીખલી સ્‍પંદન હોસ્‍પિટલના ડો. પ્રદિપભાઈ પટેલે માનવતા મહેકાવી

vartmanpravah

Leave a Comment