April 19, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતના દરિયાઈ ઉત્પાદનોની નિકાસ રૂ. ૫૭,૫૮૬.૪૮ કરોડના ઉચ્ચસ્તરે પહોંચી

કોરોનાના કપરા સમય બાદ પણ નિકાસના લક્ષ્યાંકને ૯૯.૪% સુધી પુરા કર્યાં છે

અમેરિકા, ચીન, યુરોપીયન યુનિયન, સાઉથ ઇસ્ટ, જાપાન અને મિડલ ઇસ્ટ આ ઉત્પાદનોના મુખ્ય આયાતકાર છે

વલસાડ તા.૨૯:(કોચિ)

ભારતે કોરોના કાળ બાદ વ્યાપારક્ષેત્રે ખુબ જ વિષમ પરિસ્થિતિઓ હોવા છતાં પણ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન રૂપિયા ૫૭,૫૮૬.૪૮ કરોડ (૭.૭૬ બિલિયન અમેરીકન ડોલર)ની કિંમતના ૧૩,૬૯,૨૬૪ મેટ્રિક ટન દરિયાઈ ખાદ્ય પદાર્થોની નિકાસ કરી છે. જ્યારે ફ્રોઝન ઝીંગા જથ્થા અને કિંમત બન્ને ક્ષેત્રમાં નિકાસની મુખ્ય વસ્તુ બની રહી હતી અને અમેરિકા અને ચીન ભારતના દરિયાઈ ખાદ્ય ઉત્પાદનોના મુખ્ય આયાતકાર બની ગયા છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન નિકાસની કિંમતના સંદર્ભમાં ૩૧.૭૧%, અમેરીકન ડોલરના સંદર્ભમાં ૩૦.૨૬% અને નિકાસના જથ્થાના સંદર્ભમાં ૧૯.૧૨% નો વધારો થયો છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતે રૂ. ૪૩,૭૨૦.૯૮ કરોડ(૫,૯૫૬.૯૩ મિલિયન ડોલર)ના ૧૧,૪૯,૫૧૦ મેટ્રિક ટનના દરિયાઈ ખાદ્ય ઉત્પાદનોની નિકાસ કરી હતી.

મરિન પ્રોડક્ટ્સ એક્સ્પોર્ટ ડેવેલોપમેન્ટ ઓથોરિટીના ચેરમેનશ્રી કે. એન. રાઘવન (આઈ.આર.એસ)એ જણાવ્યું હતું કે, કોવિડ મહામારીને કારણે ઊભા થયેલા પડકારો છતાં ભારત પોતાના મુખ્ય નિકાસ બજારોમાં ૭.૭૬ બિલિયન અમેરીકન ડોલરની કિંમતના ૧૩,૬૯,૨૪૬ મેટ્રિક ટન દરિયાઈ ખાદ્ય ઉત્પાદનોની સર્વોચ્ચ નિકાસ કરવામાં સફળ રહ્યું છે. જે ભારત સરકારના વાણિજ્ય વિભાગ દ્વારા નિર્ધારિત કરેલા નિકાસના લક્ષ્યાંકોને ૯૯.૪% સુધી પુરા કરે છે.

વર્ષ ૨૦૨૧-૨૨માં ફ્રોઝન ઝીંગા રૂ.૪૨,૭૦૬.૦૪ કરોડ(૫,૮૨૮.૫૯ મિલિયન અમેરીકન ડોલર) અને જથ્થામાં ૫૩.૧૮% અને કુલ ડોલરની કમાણીના ૭૫.૧૧% હિસ્સા સાથેની સૌથી વધુ નોંધપાત્ર દરિયાઈ ઉત્પાદન રહ્યા છે. આ સમય દરમિયાન ઝીંગાની નિકાસમાં અમેરીકન ડોલરના મૂલ્યમાં ૩૧.૬૮% અને જથ્થામાં ૨૩.૩૫% નો વધારો થયો હતો.

વર્ષ ૨૦૨૧-૨૨માં ફ્રોઝન ઝીંગાની એકંદરે ૫,૮૨૮.૫૯ મિલિયન ડોલરના ૭,૨૮,૧૨૩ મેટ્રિક ટન નિકાસ આંકવામાં આવી હતી. ફ્રોઝન ઝીંગાની અમેરિકા સૌથી વધુ ૩,૪૨,૫૭૨ MT, ત્યારબાદ ચીન ૧,૨૫,૬૬૭ MT, યુરોપિયન સંઘ ૯૦,૫૪૯ MT, જાપાન ૩૮,૪૯૨ MT અને મધ્ય પૂર્વ ૩૭,૧૫૮ MTની આયાત કરે છે. વન્નામઈ(વ્હાઈટ લેગ) શ્રીમ્પની નિકાસ ૨૦૨૧-૨૨માં ૫,૧૫,૯૦૭ MT થી વધીને ૬,૪૩,૦૩૭ MT થઈ ગઈ છે. વન્નામઈ(વ્હાઈટ લેગ) શ્રીમ્પના ૫૯.૦૫% અને બ્લેક ટાઈગર શ્રીમ્પના ૨૫.૯૦% હિસ્સા સાથે અમેરિકા મુખ્ય આયતકાર બની ગયું છે. ભારતીય દરિયાઈ ખાદ્ય પદાર્થોનો યુરોપિયન યુનિયન ત્રીજો અને સાઉથ ઇસ્ટ ચોથો સૌથી મોટો આયાતકાર છે

ત્યારબાદ બીજી સૌથી મોટી નિકાસ વસ્તુ રૂ. ૩,૯૩૯.૯૯ કરોડ કિંમતની, જથ્થામાં ૧૨.૯૬% અને ડોલરની કમાણીમાં ૬.૯૭%ની છે. જેની નિકાસની કિંમતમાં રૂપિયામાં ૪૩.૮% અને ડોલરમાં ૪૨.૯૪% ની વૃદ્ધિ થઈ છે. અમેરીકન ડોલરના સંદર્ભમાં અન્ય વસ્તુઓમાં સુરીમી અને સુરીમી એનાલોગ ઉત્પાદનો ૫૬.૫૫% સુધી સામેલ છે. ફ્રોઝન માછલી ત્રીજી સૌથી વધુ નિકાસ થતી વસ્તુ છે, જે રૂ. ૩૪૭૧.૯૧ કરોડની કિંમતની, જથ્થામાં ૧૬.૫૫% અને ડોલરની કમાણીમાં ૬.૦૮% હિસ્સો ધરાવે છે. જેનો નિકાસના જથ્થામાં ૨૦.૪૪% અને ડોલરની કિંમતમાં ૧૭.૧૯%નો વધારો નોંધાયો છે. તેમજ ફ્રોઝન સ્ક્વિડ રૂ. ૨,૮૦૬.૦૯ કરોડના ૭૫,૭૫૦ MT, ફ્રોઝન કટલફિશ રૂ. ૨૦૬૨૬૩ કરોડ્ના ૫૮,૯૯૨ MT અને સુકી વસ્તુઓ રૂ.૧૪૭૨.૯૮ કરોડના ૭૩,૬૭૯ MTની નિકાસ થઈ હતી.

આશાજનક ક્ષેત્ર માનવામાં આવતા ઠંડી વસ્તુઓની નિકાસમાં એકંદરે જથ્થાકીય રીતે ૨૩.૦૮%, કિંમતમાં ૫૩.૪૫% વૃદ્ધિ જ્યારે અમેરીકન ડોલરના સંદર્ભમાં ૧.૮૭% નો ઘટાડો નોંધાયો હતો. જીવિત વસ્તુઓની નિકાસ ૭,૦૩૨ MT સાથે દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ હતી. એકંદરે ફ્રોઝન ઝીંગા, કટલફિશ, સ્ક્વિડ, સુખી વસ્તુઓ અને અન્ય વસ્તુઓની નિકાસમાં સકારાત્મક વધારો નોંધાયો છે.

Related posts

વલસાડ જિલ્લામાં વધુ 244 ગામમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાંસદા તાલુકાના મોટીભમતી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોન યોજાઈઃ 1191 દોડવીરો ઉત્‍સાહભેર દોડયા

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમ ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવનાર સાબિત થયોઃ વલસાડના બે અરજદારનો જૂનો પ્રશ્ન ત્‍વરિત ઉકેલાયો

vartmanpravah

અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન વલસાડ જિલ્લા દ્વારા ખાણીપીણીમાં ભેળસેળ તથા સ્‍વાસ્‍થ્‍યની સાથે થતાં ચેડાં બાબતે મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરેલી માંગ

vartmanpravah

દમણમાં 69મા વન્‍યજીવ સપ્તાહની ઉત્‍સાહભેર થઈ રહેલી ઉજવણીઃ વૃક્ષારોપણ અને જમ્‍પોર બીચની સ્‍વચ્‍છતા પણ કરાઈ: આજે શાળાના વિદ્યાર્થીઓની રેલી અને વન ભોજનનું આયોજન

vartmanpravah

Leave a Comment