October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: સેલવાસ સચિવાલયની સામે ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીદ્વારા સંચાલિત જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્રમાં ભણતા દિવ્‍યાંગ બાળકોના આત્‍મવિશ્વાસમાં વધારો થાય એ હેતુથી ભણતર સાથે વિવિધ ઈતર પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે. તેમનામાં છૂપાયેલ કુદરતી શક્‍તિને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેની કડીમાં આગામી રક્ષાબંધન(બળેવ)ના તહેવારને અનુલક્ષીને બાળકોમાં ભણતર સાથે તાલીમ મેળવતા દિવ્‍યાંગ બાળકોએ પોતાના હાથથી કલાત્‍મક રંગબેરંગી રાખડીઓ બનાવી છે. જેમાં ડાયમંડ રાખડી, ટ્રી કલર રાખડી, મોટી રાખડી તથા મલ્‍ટી કલર રાખડી બનાવી અને શાળા પરિસરમાં સ્‍ટોલ લગાવી રાખડીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
રાખડીના વેચાણી જે આવક થાય છે તે બાળકોના અભ્‍યાસ સહિત વિવિધ પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવામાં આવશે. જેથી પ્રદેશવાસીઓ પણ આ બાળકોના પ્રયાસ દ્વારા બનાવવામાં આવેલ કલાત્‍મક વસ્‍તુઓ ખરીદી કરે જેનાથી બાળકોના ઉત્‍સાહમાં વધારો થશે. બાળકોને ખુશી થશે કે અમે મહેનત કરી બનાવેલ વસ્‍તુઓનું વળતર પણ અમને મળે છે.

Related posts

વાપીની કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં છોડવાની ફરિયાદો બાદ જીપીસીબીએ ડ્રેનેજ પાણીના સેમ્‍પલ લીધા

vartmanpravah

આમધરામાં ગ્રામસભામાં સરપંચ અને ડે.સરપંચ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા ગ્રામસભા રદ્‌ કરવાની પડેલી ફરજ

vartmanpravah

એલસીબીએ બગવાડા ટોલનાકાથી દારૂ ભરેલી એક્‍સયુવી કાર ઝડપી

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં દમણ જિલ્લાની આટિયાવાડને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

કપરાડા-નાસિક-શિરડી જતી લક્‍ઝરી બસમાં આગ ભભુકતા બસ બળીને ખાખ થઈ ગઈ

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘દિવાળી’ પર્વની ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment