Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવપારડીવલસાડવાપીસેલવાસ

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન શરૂ

મનોચિકિત્‍સકો અને વિષય નિષ્‍ણાતોનો સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8 વાગ્‍યા સુધી સંપર્ક કરી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07 : વલસાડ જિલ્લામાં આગામી માર્ચ-2023માં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઆપશે. સ્‍વાભાવિક રીતે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા બાબતે માનસિક ડર, હતાશા, ચિંતા અને ઉન્‍માદ અનુભવતા હોય છે. આ પ્રકારના લક્ષણો અને મુંઝવણ નિવારવા તેમજ વિદ્યાર્થીઓ તણાવમુક્‍ત અને હકારાત્‍મક વલણ સાથે કારકીર્દીની સીમાચિホરૂપ બોર્ડની પારીક્ષામાં જ્‍વલંત સફળતા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓ આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન દ્વારા તેમને મુંઝવતા પ્રશ્નો માટે સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8 વાગ્‍યા દરમિયાન માર્ગદર્શન મેળવી શકશે. આ હેલ્‍પલાઈન વર્ષ 2018થી શરૂ કરવામાં આવી હતી. જેના દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાને લગતી મુંઝવણનું માર્ગદર્શન મેળવતા આવ્‍યા છે. તથા વધુ માર્ગદર્શન માટે મનોચિકિત્‍સક ડો. કિરણકુમાર વાધીયા, મનોચિકિત્‍સક વિભાગ, વલસાડ(મો.નં. 8128586443), તૃપ્તિબેન વ્‍યાસ કાઉન્‍સેલર અને શિક્ષક (મો.નં. 8141025595), મનોચિકિત્‍સક અને કાઉન્‍સેલર ભુમિ થોરાટ(મો.નં. 8160788583), અરનાઝ છેલા (મો.નં. 9375777495)નો સંપર્ક કરવાનો રહેશે.

Related posts

રોટરી વાપી રિવર સાઈડનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

પારડી જીવદયા ગ્રુપે લીલવણ નામના સુંદર દેખાતા સાપનું રેસ્‍કયુ કરી ઉગાર્યો

vartmanpravah

વાપી રોફેલ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ જીટીયુમાં ઝળક્‍યા

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

કર્મયોગી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનને દાનહ અને દમણ-દીવમાં આનંદ-ઉત્‍સાહ અને ભાવપૂર્વક મનાવાયો

vartmanpravah

Leave a Comment