Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દહાડ પ્રાથમિક શાળાની જમીન વિવાદિત મુદ્દે સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મૂલ્‍યાંકન તંત્રએ પાઠવેલી નોટિસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.20: સત્‍યને કાયમના માટે દફનાવવુ મુશ્‍કેલ જ નહી પણ ના મુમકીન છે એવી ઘટના ઉમરગામ તાલુકાના દહાડ ખાતે પ્રકાશમાં આવવા પામી છે. દહાડ ગ્રામ પંચાયત હદમાં શાળાને દાનમાં મળેલી જમીનનો મુદ્દો રાજ્‍યની વડી અદાલતમાં ચાલી રહ્યો છે. આ જમીનના લેન્‍ડ ડેવલપરે જમીન વેચનાર અને સ્‍થાનિક સરકારી તંત્ર સામે સવાલો ઊભા કર્યા છે. સમગ્ર તાલુકા અને જિલ્લામાં ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને જોવા મળી રહેલી આ ઘટનામાં હવે નવો મુદ્દો ઉમેરાવા પામ્‍યો છે. સોળસુંબાના એક જાગૃત નાગરિકે નાયબ કલેકટર સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મૂલ્‍યાંકન તંત્ર વલસાડનું ધ્‍યાન દોર્યું છે. જે અરજીના આધારે દસ્‍તાવેજ પ્રક્રિયા દરમિયાન સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ચોરી કર્યા બાબતસર જવાબ રજૂ કરવા આ ઘટના સાથે સંકળાયેલા પાંચ વ્‍યક્‍તિઓને વિભાગે નોટિસ ફટકારી છે. પરંતુ નોટિસની અંદર વિભાગ દ્વારા હાજર રહેવા માટે તારીખ અને સમય દર્શાવવામાં આવ્‍યો નથી, માત્ર તા. /8/2023 ના રોજ અત્રેની કચેરીમાં જરૂરી તમામ આધાર પુરાવા સહિત હાજર રહેવા આથી જણાવવામાં આવે છે. આ પ્રકારનું લખાણ જોતાઅરજદાર પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે. નોટિસ પ્રાપ્ત કરનારાઓએ કઈ તારીખે અને કયા સમયે વિભાગ પાસે જવાબ રજૂ કરવા માટે હાજર રહેવાનું એ ઈરાદાપૂર્વક સ્‍પષ્ટ કર્યું નથી હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. સ્‍થળ ઉપર આ મકાન અદ્રશ્‍ય છે. આ મકાનને ફરતે ફેન્‍સીંગ કરનાર ડેવલોપરને દહાડ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને જણાવવામાં આવ્‍યું હતું કે મકાનની અંદર અવરજવર કરનારાઓને તકલીફ પડી રહી છે અને આરોગ્‍ય વિભાગનું મકાન મુખ્‍ય માર્ગ ઉપરથી દેખાતું નથી એવું નોટિસમાં જણાવવામાં આવ્‍યું હતું. હવે આ મકાનનો મુદ્દો સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મૂલ્‍યાંકન તંત્ર વિભાગમાં ચાલુ થવા પામ્‍યો છે જેમાં શું પરિણામ આવે એ જોવું રહ્યું.
અત્રે નોંધનીય છે કે, આ જમીનની વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ જમીની વિવાદનો ઈતિહાસ જોતા જમીનના માલિક કમળાભાઈ ચિંતામણી પિંપુટકરે તારીખ 28/11/1932 ના રોજ શૈક્ષણિક હેતુ દાનમાં આપી હતી. અને ગામના દાનવીરોએ ફંડ એકત્રિત કરી આ સ્‍થળ ઉપર ઈમારતી લાકડાનું મકાન નિર્માણ કરી શાળા કાર્યરત કરી હતી. અને ગામ નમુનો 12 જોતા જમીનના કબજેદાર તરીકે શાળાના વ્‍યવસ્‍થાપક દીનસાજી શાપુરજી, મંચરશા માણેકજી, જીવણજી ખુશાલભાઈ, માણેકલાલ, હરિલાલ, નેમચંદ, મહોનશી કલ્‍યાણજી,દયારામ કલ્‍યાણજી, સોરાબજી એદલજી, બરાતનની નિમણૂંક કરવામાં આવી હતી. સમય જતા આ શાળા અન્‍ય જગ્‍યાએ ખસેડાતા ખાલી પડેલા આ મકાનમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ચાલુ કરવામાં આવ્‍યું હતું. આ વિવાદી જમીન ઉપરથી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રને ખસેડી તેમજ શૈક્ષણિક બોર્ડનું નામ હટાવવા કરેલી સંપૂર્ણ પ્રક્રિયા તેમજ પ્રાથમિક શાળા દહાડના નવા વ્‍યવસ્‍થાપક તરીકે દાખલ થયેલ પ્રક્રિયા તેમજ ડેવલપરનું નામ સાતબાર ઉપર દાખલ કરવામાં આવે ત્‍યાં સુધીના તમામ કાગળો ઝીણવટપૂર્વક જોતા મોટાભાગની પ્રક્રિયા શંકાના દાયરામાં આવે છે. હાલમાં આ જમીન લેન્‍ડ ડેવલપરના હાથમાં છે જેમના ઉપર બિલ્‍ડીંગનુ બાંધકામ ચાલુ છે જેનુ સંચાલન ઉમરગામની એક કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમના ઉપર સમગ્ર તાલુકો અને જિલ્લાનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલું છે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી

vartmanpravah

ગ્રીસ-હંગેરીમાં યોજાયેલ ઈન્‍ટરનેશનલ ફોલ્‍ક ડાન્‍સ ફેસ્‍ટીવલમાં વાપીના મહેક ગજેરા ગૃપે ડંકોવગાડયો

vartmanpravah

ચીખલીના થાલા ગામે ગત રાત્રે હત્‍યા કરાયેલ યુવાનની લાશ આરોપીઓ ન ઝડપાઈ ત્‍યાં સુધી ન સ્‍વીકારવાનો પરિવારનો ઈન્‍કાર

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડીયુ ઉજવણીના આયોજન માટે ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનને તમામ મોરચાની બોલાવેલી બેઠક

vartmanpravah

આદિવાસી યુવતીને જાતિ વિષયક ગાળો દેનારી અવધ યુટોપિયાની ભારતી શાહ વિરુદ્ધ એટ્રોસિટી દાખલ

vartmanpravah

ગુજરાતમાં નકલી ના મારા સાથે વલસાડમાં રીટાયર્ડ અધિકારી માટે નકલી પાણી લાઈનનો ભાંડો ફૂટયો

vartmanpravah

Leave a Comment