January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશની તમામ ગ્રામ પંચાયતોની ગ્રામસભામાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાર્યકાળમાં સંઘપ્રદેશની થયેલી ઉત્તરોત્તર પ્રગતિઃ પસાર કરાયો પ્રધાનમંત્રી અને પ્રશાસકશ્રીનો આભાર પ્રસ્‍તાવ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહ અને દમણ-દીવના પ્રશાસક તરીકે પહેલી વખત આઈ.એ.એસ. અધિકારીના સ્‍થાને એક રાજનૈતિક વ્‍યક્‍તિની એલ.જી.ની તર્જ ઉપર કરેલી નિમણૂકથી પ્રદેશની થયેલ સર્વાંગી કાયાપલટ બદલ તમામ પંચાયતોની ગ્રામસભામાં પસાર કરાયો આભાર પ્રસ્‍તાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની દરેક ગ્રામ પંચાયતોમાં આજે વિશેષ ગ્રામસભા બોલાવી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્‍વ હેઠળ સમગ્ર પ્રદેશની થઈ રહેલી ઉત્તરોત્તર પ્રગતિ અને કાયાપલટ બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસકશ્રીનો આભાર માનતો પ્રસ્‍તાવ રજૂ કરવામાં આવ્‍યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે પહેલી વખત આઈ.એ.એસ. અધિકારીના સ્‍થાને એક રાજનૈતિક વ્‍યક્‍તિની એલ.જી.ની તર્જ ઉપર કરેલી નિમણૂકથી પ્રદેશનો થયેલ સર્વાંગી વિકાસ માટે તેમનો આભાર પ્રગટ કરાયો હતો અને પ્રશાસકશ્રીએ સાત વર્ષના કાર્યકાળમાંવિવિધ ઉચ્‍ચ શિક્ષણના દ્વાર ખોલવાની સાથે આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલી વિવિધ યોજનાઓ, માળખાગત સુવિધાઓ તથા પ્રદેશની સોશિયો-ઈકોનોમિક સ્‍થિતિમાં લાવેલ હકારાત્‍મક પરિવર્તનની નોંધ લઈ પ્રદેશની દરેક ગ્રામ પંચાયતોએ પ્રશાસકશ્રીના ઋણનો સ્‍વીકાર કરી તેમનો આભાર પ્રગટ કરતો પ્રસ્‍તાવ ગ્રામસભામાં મંજૂર કરાયો હતો.

Related posts

વાપી બલીઠા હાઇવે પાસે રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપની અલ્પકાલીન વિસ્તાર યોજનાનો પ્રારંભ

vartmanpravah

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah

દીવ ખાતે જાયન્‍ટસ ગ્રુપ દીવ દ્વારા નિઃશુલ્‍ક મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં સ્‍ટેયરીંગ પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિન ઉપક્રમે ‘‘સેવા પખવાડિયા”ની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment