એસ.ડી.પી.આઈ. પાર્ટી પ્રમુખ મુખ્તારશેખ અને કાર્યકરોએ આવેદનપત્ર પાઠવ્યું![](https://newsreach-publishers.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/11/Fansi.jpg)
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: ગયા અઠવાડીયે વાપી ડુંગરામાં એક નરાધમે એક બાળકી સાથે દુષ્કર્મ કરીને મોતને ઘાત ઉતારી દીધાની ઘટેલી પીશાચી ઘટનાના પ્રત્યાઘાત વલસાડ જિલ્લામાં ઠેર ઠેર પડયા હતા. આજે બુધવારે એસ.ડી.પી.આઈ. પાર્ટીએ કલેક્ટરમાં આવેદનપત્ર પાઠવીને બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર પીશાચી કૃત્યના આરોપીને ફાંસીની સજા મળે તેવી માંઘણી કરી હતી.
વાપી ડુંગરામાં ગયા સપ્તાહે સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવે તેવી ઘૃણાસ્પદ ઘટના ઘટી હતી. એક નરાધમ આરોપીએ છ વર્ષની બાળકીને પીંખી નાખી દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરી હતી. ઘટનાના પ્રત્યાઘાતો પુરા જિલ્લામાં પડયા હતા. આજે વલસાડમાં એસ.ડી.પા.આઈ. પાર્ટીના પ્રમુખ મુખ્તાર શેખ અને કાર્યકરોએ આવેદનપત્ર પાઠવીને માંગણી કરી હતી કે આરોપીને ફાંસીની સજા આપો તેમજ તેમણે પોલીસની સરાહનીય કામગીરી બિરદાવી હતી. ગણતરીના કલાકોમાં નરાધમને ઝડપી જેલ ભેગો કર્યો હતો.