January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘આરોગ્‍ય, સંપત્તિ અને સુખ” ના વિષય ઉપર યોગ સંવાદ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 4 માર્ચ 2024 સોમવારના રોજ ત્‍મ્‍ખ્‍ઘ્‍ હેઠળ ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડના યોગ વેલનેસ ઈન્‍સટ્રકટર શ્રીમતી ભાવના રાણા ના માધ્‍યમથી યોગ સંવાદ યોજાયો હતો. આ યોગ સંવાદ પરમ પુજ્‍ય પુરાણી સ્‍વામી કપિલજીવનદાસજીના માર્ગદર્શનથી, દક્ષિણ ગુજરાત ઝોન, ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર શ્રીમતી પ્રિતી પાંડેએ ‘‘આરોગ્‍ય, સંપત્તિ અનેસુખ”ના વિષય ઉપર યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ફાર્મસી કોલેજના આચાર્યશ્રી, અધ્‍યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ કેમ્‍પસ એકેડેમી ડીરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના માર્ગદર્શન અને આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર હર્ષ લાડના નેતૃત્‍વ હેઠળ આયોજન કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમના શુભારંભમાં સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજીએ યોગ વિશે જણાવ્‍યું કે, યોગથી શરીરના રોગનું નિદાન, ઉત્તમ જીવનશૈલી, શારીરિક-માનસિક સ્‍વાસ્‍થ્‍ય, આધ્‍યાત્‍મિક સુખ, અને અષ્ટાંગયોગ દ્વારા જીવનમાં સફળતા અને શાંતિ સરળતાથી પ્રાપ્ત થાય છે. આજે સમગ્ર વિશ્વ યોગ તરફ આકર્ષાયું છે અને યોગને અપનાવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત ઝોન, ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર શ્રીમતી પ્રિતી પાંડેએ વિદ્યાર્થીઓને યોગ દ્વારા શરીરને સ્‍વસ્‍થ કેવી રીતે રાખવું, કયો ખોરાક લેવો, શરીરમાં થતા રોગો વાત, પિત્ત, કફ, રક્‍તચાપ, એકયુપ્રેશર, આહાર વિહાર વિશે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. તદુપરાંત પરીક્ષાના સ્‍ટ્રેસથી કેવી રીતે દુર રહેવું તેના વિશે પણ વિદ્યાર્થીઓ સમક્ષ સરળ ભાષામાં માહિતી આપી હતી. આ ઉપરાંત ગુજરાત સ્‍ટેટયોગ બોર્ડના યોગ વેલનેસ ઈન્‍સટ્રકટર શ્રીમતી ભાવના રાણાએ પણ યોગાસનો અને પ્રાણાયામ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમનું સમાપન કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે દ્વારા આભારવિધિ સાથે રાષ્‍ટ્રગાનથી થઈ હતી. આ કાર્યક્રમમાં યોગ કોચ માયા ઘોડ્‍ગે, શિતલ ત્રીગોરા અને પ્રિતી વૈષ્‍ણવ, યોગ ટ્રેનર નિર્મલાબેન તેમજ રશ્‍મિનભાઈ રાણા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
જે બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે, શિક્ષકો અને તમામ સ્‍ટાફે અભાર માન્‍યો હતો.

Related posts

વાપી વીઆઈએ દ્વારા નવ નિમણુંક પોલીસ અધિકારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

દમણ જિલ્લાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ આપત્તિના સામના માટે સજ્જ : એનડીઆરએફ અને કોસ્‍ટ ગાર્ડ સાથે સફળ સંકલન

vartmanpravah

ઘેલવાડ ગ્રા.પં.માં સરપંચ હિતાક્ષીબેન પટેલના નેતૃત્‍વમાં દુકાનદારોને આપવામાં આવેલી સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અંગે જાણકારી

vartmanpravah

સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું સન્‍માન પત્ર

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. ૬ અને ૭ ડિસે.એ યોજાનાર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment