Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દાનહઃ નરોલી ગામની પરિણીતા ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: દાદરા નગર હવેલીના નરોલી ગામમાં ભાડાની ચાલમાં રહેતી એક પરિણીતા ગુમ થઈ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી જય પ્રકાશ સિંગ એમની પત્‍ની મુન્ની જયપ્રકાશ સિંગ (ઉ.વ.23) સાથે ચંદ્રસિંહ જાદવની ભાડુતી ચાલ, કાકડ ફળિયા, નરોલી ખાતે રહે છે. મૂળ રહેવાસી વારાણસી (ઉત્તરપ્રદેશ) ગત 26 ઓગસ્‍ટના રોજ સવારે આઠ વાગ્‍યે કોઈને કંઈપણ જણાવ્‍યા વગર રૂમ પરથી ચાલી ગઈ હતી. એમના પતિએ આજુબાજુ તેમજ મિત્રો તથા સગાં-સંબંધીઓના ઘરે તપાસ કરેલ પરંતુ મળી આવેલ નહિ, ત્‍યારબાદ જયપ્રકાશ સિંહે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ગુમ થયેલ હોવાની ફરિયાદ આપી છે. આ પરિણીતા અંગે કોઈને કોઈપણ જાણકારી હોય તો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવ્‍યું છે.

Related posts

ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય કેન્‍સર જાગૃતિ દિવસ નિમિત્તે દાનહમાં રક્‍તદાન શિબિર શિબિર યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં પશુઓમાં ફેલાયેલો લમ્‍પી વાયરસની ગંભીરતા લેવાની આવશ્‍યકતા

vartmanpravah

વલસાડ જિલ્લા ઈલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેલની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓક એ મુલાકાત લીધી

vartmanpravah

કપરાડા તાલુકાના દિક્ષલ ગામે પેટ્રોલ પમ્‍પ ઉપર મધ્‍ય રાત્રીએ અજાણ્‍યા લૂંટારુઓ ત્રાટકયા : કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા 7.34 લાખની લૂંટ

vartmanpravah

રેંટલાવ ઓવર બ્રિજ પર અજાણ્‍યા વાહન ચાલકે મોટર સાયકલને અડફટે લેતા બે યુવાનોના મોત

vartmanpravah

ધરમપુરમાં ઘરના માળીયામાંથી દારૂનો જથ્‍થો તેમજ રસોડામાં 4 લાખ રોકડા મળ્‍યા : મહિલાની અટક

vartmanpravah

Leave a Comment