June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા પંચાયત અને ઉમરગામ પાલિકામાં હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયાપૂર્ણ

અભિપ્રાય પ્રક્રિયા માટે પ્રદેશ તરફથી નિયુક્‍ત કરેલ ત્રણ સભ્‍યોની ટીમ સમક્ષ ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખના અનુસૂચિત જનજાતિ મહિલા અનામતના હોદ્દા માટે નવ સભ્‍યોએ અને ઉમરગામ નગરપાલિકાના પ્રમુખના જનરલ હોદ્દા માટે 11 જેટલા સભ્‍યોએ નોંધાવેલી દાવેદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: વલસાડ જિલ્લા પંચાયત સહિત વલસાડ જિલ્લાની છ તાલુકા પંચાયત અને ઉમરગામ નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નવા હોદ્દેદારો પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી અધ્‍યક્ષ, પક્ષના નેતા અને દંડકની વરણી માટે ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ નિયુક્‍ત કરેલ વલસાડ જિલ્લા નિરીક્ષકની ટીમ દ્વારા અભિપ્રાય લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શ્રી અશોકભાઈ ધોરાજીયા પ્રદેશ કારોબારી સભ્‍ય, અર્જુનભાઈ ચૌધરી એસટી મોરચા પ્રદેશ અધ્‍યક્ષ, અને શ્રીમતી હેમલતાબેન ચૌહાણ નવસારી જિલ્લા ઉપ પ્રમુખ એમ ત્રણ સભ્‍યોની બનેલી નિરીક્ષકની ટીમે ઉમરગામ સર્કિટ હાઉસ ખાતે ઉમરગામ પાલિકાના હોદ્દેદારો અને સંજાણ ગ્રામ પંચાયત હોલ ખાતે ઉમરગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
ઉમરગામ નગરપાલિકા માટે 11 સભ્‍યોએ હોદ્દા માટે અભિપ્રાય રજૂ કર્યો હતો. જેમાં શ્રી ગૌરવભાઈ કોન્‍ટ્રાક્‍ટર, શ્રીઅંકુશભાઈ કામડી, શ્રી ગણેશભાઈ બારી, શ્રી મિલિન્‍દભાઈ સોનપાલ, શ્રીમતી જયશ્રીબેન અજયભાઈ માછી, શ્રીમતી વૈભવીબેન કિશોરભાઈ માહ્યાવંશી, શ્રી આદિત્‍યભાઈ કારૂલકર, શ્રી મનીષભાઈ રાય, શ્રીમતી વર્ષાબેન પટેલ, શ્રીમતી વર્ષાબેન સર્વે અને શ્રીમતી દિપાલીબેન ઠાકોરનો સમાવેશ થઈ રહ્યો છે. આ ઉપરાંત ઉમરગામ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, પાલિકા શહેર પ્રમુખ શ્રી સંજયભાઈ જોશી, ભાજપા અગ્રણી શ્રી સચીનભાઈ કોન્‍ટ્રાક્‍ટર, શ્રી ટીનુભાઈ બારી, શ્રીમતી જશુમતિબેન દાંડેકર, શ્રી રામશબદ સિંગ, શ્રીમતી જાગૃતીબેન દેસાઈ સહિતના અગ્રણીઓ પાસેથી સૂચનો મેળવ્‍યા હતા.
તેવી જ રીતે ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ સહિતના હોદા માટે સંજાણ પંચાયત ભવન ખાતે સેન્‍સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં અનુસૂચિત જનજાતિ મહિલા અનામત પ્રમુખના હોદ્દા માટે નવ જેટલા સભ્‍યોએ દાવેદારી રજૂ કરી હતી. જેમાં શ્રીમતી દક્ષાબેન કુંદનભાઈ ધોડી, શ્રીમતી હેતલબેન રસિકભાઈ વારલી, શ્રીમતી નીતાબેન પરશુરામ દુબળા, શ્રીમતી સવિતાબેન રાજેશભાઈ વારલી, શ્રીમતી વર્ષાબેન મહેશભાઈ ધોડી, શ્રીમતી લલીતાબેન ભરતભાઈ ધુમાડા, શ્રીમતી અનિતાબેન વિલાસભાઈ વારલી, શ્રીમતી ઉર્મિલાબેન ઉત્તમભાઈ ધુમાડાનો સમાવેશ થઈ રહ્યો છે. આ પ્રક્રિયા દરમ્‍યાન પણ ભાજપા સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, પૂર્વ પ્રમુખશ્રી કનુભાઈસોનપાલ સહિતના અગ્રણીઓના સૂચનો લેવામાં આવ્‍યા હતા. આ તમામ પ્રક્રિયા જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, મહામંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈની નિગરાણી હેઠળ કરવામાં આવી હતી.

Related posts

દાનહઃ સાયલી પંચાયતની ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વાપી વટાર ગ્રામ પંચાયતના 50 હજારની લાંચમાં ઝડપાયેલ તલાટીના સેસન્‍સ કોર્ટે જામીન નામંજૂર કર્યા

vartmanpravah

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

vartmanpravah

ધ્‍વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્‍ટરને પહોંચાડવાની જાહેર અપીલ

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને મતદારોને જાગૃત કરવા ઈવીએમનું કરાયેલું જાહેર પ્રદર્શન

vartmanpravah

Leave a Comment