Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ વન્‍યજીવ અભ્‍યારણ જંગલ અતિક્રમણ બાબતે કોર્ટ દ્વારા ચુકાદો: જંગલની જમીન પર ગેરકાયદેસર નિર્માણ કરનાર ધાકલ તુમણાને રૂ.૨૦૦૦ અથવા બે મહિનાની સખ્ત કેદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના વાસોણા વન્‍યજીવ અભ્‍યારણમાં ગેરકાયદેસર અતિક્રમણ કરી વસવાટ કરવા બાબત ગુનેગાર ધાકલ રૂપજી તુમણા વિરુદ્ધ વન અધિકારી કિરણસિંહ પરમારે વન્‍યજીવ કાયદા 1972 કલમ અંતર્ગત ગુનો નોંધી ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી, જે સંદર્ભે સેલવાસ કોર્ટમાં કેસ ચાલતો હતો. સરકારી વકીલ શ્રી પ્રવીણ પટેલની ધારદાર દલીલ બાદ સિવિલ જજ શ્રી બી.એસ.પરમારે ચુકાદો આપતા ગુનેગાર ધાકલ તુમણાને બે હજાર અથવા બે મહિના સખ્‍ત કેદની સજા અને તાત્‍કાલિક અતિક્રમણ હટાવવાનો આદેશ કરવામાં આવ્‍યો છે. વન અધિકારીના જણાવ્‍યા અનુસાર વાસોણા લાયન સફારી સામે આવેલ વન્‍યજીવ અભ્‍યારણમાં કેટલાક ઈસમોએ અતિક્રમણ કરી ખેતી કરી રહ્યા છે તેનો પણ ટુંકા દિવસોમાં ચુકાદો આવી શકેએમ છે, તે સિવાય 15 જેટલા વ્‍યક્‍તિઓ સામે હાલમાં હાઈકોર્ટમાં પણ કેસો ચાલી રહ્યા છે.

Related posts

વાપી વૈશાલી ચાર રસ્‍તાથી છીરી રોડ સુધી ટ્રાફિકને નડતર દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ

vartmanpravah

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

સલવાવ શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર તથા માધ્‍યમિક ઉ. માધ્‍યમિક શાળામા નિઃશુલ્‍ક ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ ખાતે ગ્રાહકોની સમસ્‍યાઓ અને ખાદ્ય સુરક્ષા પર સેમિનાર યોજાયો

vartmanpravah

ખાનવેલ મીની કલેક્‍ટર કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાની બે ખેલાડી હોકીની નેશનલ ચેમ્‍પિયનશીપમાં ભાગ લેશે

vartmanpravah

Leave a Comment