Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ઉદવાડાગામ શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમશાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2023નું થયેલું સફળ આયોજન


ચેમ્‍પિયન બનેલી શાંતાબા અંગ્રેજી માધ્‍યમ શાળા – ઉદવાડા, દમણની શ્રીનાથજી સ્‍કૂલ બનેલી રનર્સ અપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: પારડી તાલુકાના ઉદવાડાગામ સ્‍થિત શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમ શાળામાં ‘‘નુમા ઈન્‍ડિયા ઈન્‍ટર સ્‍કૂલ/એકેડેમી કરાટે ચેમ્‍પિયનશીપ-2023”નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં લગભગ 15 જેટલી શાળાઓના 300થી વધુ કરાટે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધા 6 વર્ષથી લઈને 18 વર્ષથી વધુની ઉંમરના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે આયોજીત કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં શાંતાબા અંગ્રેજી માધ્‍યમ શાળા – ઉદવાડાએ ચેમ્‍પિયન બની હતી જ્‍યારે શ્રીનાથજી સ્‍કૂલ-દમણ રનર્સ અપ રહી હતી અને શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમ શાળાએ બીજું રનર્સ અપ ટ્રોફી પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.
આ સ્‍પર્ધામાં મુખ્‍ય અતિથિ તરીકે નુમા ગુજરાતના પ્રમુખ ગન બહાદુર અને નુમા ઈન્‍ડિયાના ડાયરેક્‍ટર આકાશ ઉદેશીની આમંત્રિત કરવામાં આવ્‍યા અને તેમના દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્‍યા હતા.
આ સ્‍પર્ધાને સફળ બનાવવા માટે નુમા ઈન્‍ડિયાના સેક્રેટરી અર્જુન ઉદેશી, શેઠ પી.પી.મિષાી અંગ્રેજીમાધ્‍યમ શાળાના કોચ નિકિતા ઉદેશી અને સીનિયર રેફરી/જજિસ પાર્થ પારડીકર, શૈલિન ધોડી, પ્રિંસ પાલેકર, લલિત માલી, તનિષ્‍ઠા, મિત, નક્ષત્ર, જલ, આદર્શ, આચાલ અને કરાટે ઓફિશિયલ વોલેન્‍ટિયરર્સ ટીમનો મુખ્‍ય ફાળો રહ્યો હતો.

Related posts

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા સગીરા સાથે યૌન ઉત્‍પીડનના આરોપીને 3 વર્ષની જેલની સજાનો આદેશ

vartmanpravah

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાથી દાનહ અને દમણ-દીવના જનપ્રતિનિધિઓની સહયાત્રાથી એક્‍તા અને હકારાત્‍મકતાનો ખિલેલો ભાવ

vartmanpravah

વલસાડ એસટી ડિવિઝન દ્વારા દિવાળી ધસારાને ધ્‍યાને લઈ 126 નવી ટ્રીપો ચાર દિવસ દોડાવાશે

vartmanpravah

સામરવરણી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

દમણ અને દીવમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ આવેલી સમૃદ્ધિ અને થયેલી પ્રગતિઃ કેતનભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment