January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ કોણ? રાજકીય સસ્‍પેન્‍સનો અંત : નવા હોદ્દેદારો જાહેર

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહર ડાહ્યાભાઈ પટેલ, ઉપ પ્રમુખ બ્રિજનાબેન ચિંતનકુમાર પટેલ, વાપી તા.પં. પ્રમુખ મનોજ કીકુભાઈ પટેલ, ઉપ પ્રમુખ ભાવનાબેન ધિરેન્‍દ્રકુમાર પટેલની વરણી 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લા પંચાયત અને વલસાડ, પારડી, વાપી, ધરમપુર, ઉમરગામ અને કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતી. આજે બુધવારે જિ.પં. અને છ તા.પંચાયતના નવા પ્રમુખ ઉપ પ્રમુખનું મેન્‍ડેડ જાહેર કરવામાં આવ્‍યું હતું. છેલ્લા કેટલાક સમયથી કોણ કોણ પ્રમુખ, ઉપ પ્રમુખ બનશે તેની અટકળો સાથે દાવેદારીઓ વહેતી થઈ હતી. આ રાજકીય સસ્‍પેન્‍સનો આજે અંત આવ્‍યો હતો.
ગુજરાત રાજ્‍યની 31 જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખની વરણી તા.13-14 એ જાહેર કરવાની થયેલી જાહેરાત મુજબ આજે વલસાડ જિલ્લા પંચાયત અને જિલ્લાની છ તા.પં.ના પ્રમુખ ઉપપ્રમુખની વરણી જાહેર કરવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મનહર ડાહ્યાભાઈ પટેલ, ઉપ પ્રમુખ બ્રિજના ચિંતનકુમાર પટેલ, તે રીતે તાલુકા પંચાયતોમાં વલસાડ તા.પં.ના પ્રમુખ તરીકે મીનાબેન સંજયસિંહ ઠાકોર, ઉપ પ્રમુખ સુનીલ ગોપાળજી ટંડેલ, ધરમપુર તા.પં. પ્રમુખ તરીકે પિયુષ નાનજીભાઈ માહલા, ઉપ પ્રમુખ કમલબેન હરીલાલ ચૌધરી, પારડી તા.પં. પ્રમુખ તરીકે દક્ષેશ છોટુભાઈ પટેલ, ઉપ પ્રમુખ ડીમ્‍પલબેન ઉમેશભાઈ ફટેલ, વાપી તા.પં. પ્રમુખ તરીકે મનોજ કીકુભાઈ પટેલ, ઉપ પ્રમુખ ભાવનાબેન ધિરેન્‍દ્રકુમાર પટેલ, કપરાડા તા.પં. પ્રમુખ તરીકે હીરાબેન પરભુભાઈ માહલા, ઉપ પ્રમુખ ફુલજીભાઈ રાજીરામ ગુરવ, તથા ઉમરગામ તા.પં. પ્રમુખ તરીકે લલીતાબેન ભરતભાઈ દુમાડા, ઉપ પ્રમુખ તરીકે વિલાસ નવિનભાઈ ઠાકરીયાની નિમણૂંક જાહેર કરાઈ છે. વલસાડ, કપરાડા અને ઉમરગામ તાલુકામાં મહિલા પ્રમુખની વરણી થયેલ છે. બાકીના ઉપ પ્રમુખોનાં સ્‍થાને પણ મહિલા મેદાન મારી ગઈ છે. ભાજપે 50 ટકા મહિલા અનામતને અક્ષરશ ન્‍યાય આપ્‍યો છે.

Related posts

વાપી કેબીએસ કોલેજમાં હંગામા વીકની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડ પર મંથર ગતિએ કામ ચાલતા વાહનચાલકોને વેઠવા પડી રહેલી ભારે હાલાકી

vartmanpravah

મોરાઈ વેલ્‍સપન કંપનીમાં નોકરીનો બાયોડેટા આપી પરત ફરતા ખેરગામના યુવાનને કાળ ભરખી ગયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’નું રજીસ્‍ટ્રેશન શરૂ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે દાનહમાં નવરાત્રીની ઉજવણી માટેની માર્ગદર્શિકા નક્કી કરવા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

કપરાડા પોલીસ મથકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલને પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે બઢતી મળી

vartmanpravah

Leave a Comment