Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફડવેલ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ગર્ભાત્‍સવ સંસ્‍કાર યજ્ઞ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.13: પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ફડવેલ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારના સીધા માર્ગદર્શન હેઠળ ગાયત્રી પરિવાર ચીખલીના કાર્યકર્તા બહેનો મારફત ગર્ભસ્‍થ શિશુ તથા માતાના સર્વાંગી સ્‍વાસ્‍થય માટે ગર્ભાત્‍સવ સંસ્‍કાર યજ્ઞ યોજવામાં આવ્‍યો હતો.
સદર યજ્ઞમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ફડવેલ વિસ્‍તારની કુલ 45 જેટલી સગર્ભા બહેનોએ ભાગ લીધેલ અને શરીરથી સ્‍વસ્‍થમાંથી સંતુષ્ટ વિવેકવાન તથા ભાવનાત્‍મક રૂપે સક્ષમ પેઢીનુ નિર્માણના લક્ષ્યમાં સહયોગ આપ્‍યો હતો.
ગાયત્રી પરિવાર ચીખલીના રેખાબેન પટેલ, વસુધાબેન પટેલ સહિત કુલ – 6 બહેનો વેદોક્‍ત મંત્રોચ્‍ચારથી આવનાર ભાવિ બાળકના સુસંસ્‍કાર માટે ઘણાજ ઉત્‍સાહપૂર્વક વિનામુલ્‍યે યજ્ઞ કરવામાં આવ્‍યો હતો.
સદર યજ્ઞમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના મેડિકલ ઓફિસર શ્રી ડો.સુમિત આર. પટેલ, ડો.દિવ્‍યમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યો હતો.
પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના સ્‍ટાફે આ યજ્ઞમાં આહુતિ આપી યજ્ઞનો લાભ લીધો હતો.
પ્રા.આ.કેન્‍દ્ર ફડવેલના સુપરવાઈઝર શ્રી અરુણભાઈ પટેલે સમગ્ર યજ્ઞને સફળ બનાવવા સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણ પોલીકેબ કંપની દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની કરાયેલી આનંદ-ઉત્‍સાહથી ઉજવણી

vartmanpravah

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

vartmanpravah

સેલવાસના સચિવાલય અને કલેક્‍ટર કચેરી પરિસરમાં કલમ 144 લાગુ કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં ઝળકેલી સુષુપ્ત પ્રતિભાઓ

vartmanpravah

રાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહત

vartmanpravah

વલસાડ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં નવા રેશનીંગ કાર્ડ બનાવવાની કામગીરીમાં વેઠ

vartmanpravah

Leave a Comment