Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્‍ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્‍ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી છે. વેટરનીટી તબીબ દ્વારા પીએમ કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના નોગામા ગામના કુંડળ ફળીયામાં રાત્રે બે એક વાગ્‍યાના અરસામાં વિધવા વૃદ્ધ મહિલા બુધીબેન શુક્કરભાઈ પટેલ (ઉ.વ.આ-70) ના ઘર નજીકના કોઢારામાં દીપડો આવી ચઢી દૂધ આપતી બકરીનો શિકાર કર્યો હતો. આ અંગેની જાણ વહેલી સવારે થતા સ્‍થાનિક આગેવાન ઉમેશભાઈ, તાલુકા સભ્‍ય હીનાબેન સહિતનાઓએ જાણ કરતા વેટરનીટી તબીબ કે.ડી.પટેલે સ્‍થળ પર પહોંચી પીએમ સહિતની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત આરએફઓ આકાશભાઈની સૂચનાથી વન વિભાગ દ્વારા આ વિસ્‍તારમાં પાંજરૂ ગોઠવવામાં આવ્‍યું હતું. નોગામા ગામે દીપડાની રહેણાંક વિસ્‍તારમાં એન્‍ટ્રીથી સ્‍થાનિકોમાં ગભરાહટનો માહોલ સર્જાવા પામ્‍યો છે. ચાલુ વર્ષ તાલુકાના સંખ્‍યાબંધ ગામોમાં દીપડાઓના જાહેરમાં આંટાફેરા વધી જવા પામ્‍યા છે. વનવિભાગ દ્વારા હાલે કલીયારી, ખાંભડા, સુરખાઈ, અગાસી અને નોગામા મળી કુલ પાંચ જેટલા ગામોમાં દીપડો માટે પાંજરા ગોઠવવામાં આવ્‍યા હતા.

Related posts

ધરમપુરના આંબોસી ભવઠાણ ગામમાં સંકલ્‍પ યાત્રા આવી પહોંચતા ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરાયું

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં આયોજીત મહિલા ગ્રામસભા : દમણવાડા ગ્રા.પં. દ્વારા મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા માટે થનારી ડ્રાઈવિંગ શીખવા માટેની પહેલ

vartmanpravah

વાપી દેસાઈવાડ નામધા રોડ ઉપર મોબાઈલ શોપ શટરના તાળા તૂટયા : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

vartmanpravah

વાપી જીઆઈડીસી નોટિફાઈડના વહિવટી ક્‍લાર્કને નિવૃત્તિ વિદાય સન્‍માન કરાયું

vartmanpravah

વાપી પાલિકાની 23 જગ્‍યા માટે 2300 અરજી, વલસાડ પાલિકા સિટી બસ 15 કન્‍ડક્‍ટર માટે 1000 અરજી!!

vartmanpravah

Leave a Comment