(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: આઇ. સી. ડી. એસ. વલસાડના ઘટક- ૧ માં ભદેલી જગાલાલા સેજામાં આવેલ સાત ગામોની પોષણ માસ અંતર્ગત રોટરી કલબ ઓફ વલસાડ દ્વારા એચ. યુ. એમ. એફ. પ્રોજેકટ હેઠળ ૩૫ જેટલી સર્ગભા માતાઓ અને ૧૦ જેટલા અતિકુપોષિત બાળકોને પૂરક પોષણ મળી રહે તે માટે પોષણ કીટ અને ખજૂર, દેશી ચણા, દેશી ઘી, દેશી ગોળ, રવો તથા પ્રોટીન પાઉડર, આર્યન સીરપ, મલ્ટી વિટામીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીકટ ગવર્નર નિહિર દવે, ફર્સ્ટ લેડી શ્રીમતી વૈશાલી દવે, પ્રેસિડન્ટ મનીષ ભરૂચા, સેક્રેટરી જાપાન શાહ, એચ.યુ. એમ. એફ. પ્રોજેકટ ચેરમેન શ્રીમતી શૈલજા મુફતિ, સ્વાતીબેન શાહ, રોટરીયન શ્રીમતી અમી શાહ, ર્ડો. દીપ્તીબેન શાહ ઉપરાંત મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહયા હતા.