Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોટાપોંઢાની આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં પર્યાવરણ જાગૃત્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

પ્રદૂષણ સામે જંગલો આપણુ રક્ષણ કરતા હોય સામુદાયિક વારસાનું જનત ખૂબ જરૂરીઃ નિલમ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્‍બાદેવી આટર્સ એન્‍ડ શ્રીમતી એસ.આર. ચમારીયા કોમર્સ કોલેજમાં ‘પર્યાવરણ જાગૃતિ અભિયાન’ અંતર્ગત ધરમપુર તાલુકાના ખોબા ગામ સ્‍થિત લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્‍ટના ફાઉન્‍ડર ટ્રસ્‍ટી નિલમભાઈ પટેલનં વક્‍તવ્‍ય યોજાયું હતું.
જળ, જમીન અને જંગલને ધ્‍યાનમાં લઈ વિવિધ ઉદાહરણો થકી યુવા પેઢી સમક્ષ નિલમભાઈ પટેલે પ્રેરક વક્‍તવ્‍ય આપતા જણાવ્‍યું કે, જળ, જંગલ અને જમીન એ આપણોસામુદાયિક વારસો છે. જેનું જતન કરવુ ખૂબ જ જરૂરી છે. જંગલો રહેશે તો જમીનનું ધોવાણ અટકશે. આપણા ધરમપુર અને કપરાડામાં 100 થી 125 ઈંચ વરસાદ પડે છે, વૃક્ષો હશે તો વરસાદનું પાણી મૂળિયા થકી જમીનમાં ઉતરશે જેથી જમીનમાં ભેજ રહેશે અને ખેતીના પાકોમાં લાભ મળશે. જંગલો નાશ પામતા અટકાવવા માટે નવી પેઢીએ જંગલ સંવર્ધનનું કામ કરવુ જોઈએ. આપણા સામુદાયિક વારસાનો ખપપૂરતો ઉપયોગ કરવો જોઈએ જેથી નવી પેઢીને પણ આ સામુદાયિક વારસાનો લાભ મળી શકે. જો આપણે પર્યાવરણનું જતન નહીં કરીશુ તો કુદરતી સંતુલામાં હસ્‍તક્ષેપ કહેવાશે. પ્રદૂષણ સામે વર્ષોથી જંગલો આપણુ રક્ષણ કરી રહ્યા છે તેમના થકી જ કાર્બન અને અન્‍ય ઝેરી હવા સામે રક્ષણ મળે છે. જો આપણે સમયસર નહિ જાગીએ તો કલાયમેન્‍ટ ચેન્‍જની અસર વર્તાશે હવે જાગૃત થઈ જળ, જંગલ અને જમીનનું જતન કરવાની જવાબદારી ગ્રામજનોની સાથે સાથે શહેરીજનોની પણ એટલી જ છે. અને એટલે જ હવે દેશના યુવા ધને પણ પર્યાવરણને બચાવી લેવા માટે ઝૂંબેશ ઉપાડી લેવી જોઈએ.
આ કાર્યક્રમ દરમિયાન સંસ્‍થાના પ્રમુખ કેતનભાઈ પટેલ અને ઈન્‍ચાર્જ આચાર્ય ડૉ.એસ. યુ. પટેલના માર્ગદર્શન હેઠળ ચર્ચાસભાના અધ્‍યક્ષ ડૉ.આશા ગોહિલ તથા પ્રા.વી. એન. દેસાઈ દ્વારા આયોજિત આ કાર્યક્રમનુંસંચાલન ડૉ.આશા ગોહિલે કર્યું હતું. ઈન્‍ચાર્જ પ્રિ. ડૉ. એસ. યુ. પટેલે સ્‍વાગત પ્રવચન કર્યું હતું. કોલેજ પરિવારમાંથી પ્રા. આર. એલ. પટેલ, પ્રા. એ. જે. ઠાકોર, પ્રા. ડૉ. એસ. એન. પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં માટે વિદ્યાર્થીઓ તથા રાજુભાઈ સોલંકી તથા નર્મદાબેન પટેલે જહેમત ઉઠાવી હતી.

Related posts

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ અને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોએ જમ્‍પોર અને દેવકા બીચની કરેલી સાફ-સફાઈ

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બોક્‍સ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતેથી કારર્કિદી માર્ગદર્શન વિશેષાંક મળશે

vartmanpravah

વાપી કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ ખાતે સ્‍ટાફ ઓરિએન્‍ટેશન પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં સમગ્ર દેશ માટે મોડેલ બનવાની ક્ષમતા : નીતિ આયોગના સભ્‍ય અને ટીમનું નિરીક્ષણ

vartmanpravah

વલસાડ કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સ્થળોના વિકાસ સંદર્ભે પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment