April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતની બીજા અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાબતે જિલ્લા પંચાયતમાં વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને તેમજ દરેક તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીના અધ્‍યક્ષસ્‍થાને સામાન્‍ય સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં તમામ પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લા પંચાયત ખાતે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી મનહરભાઈ ડાહ્યાભાઈ પટેલ જ્‍યારે ઉપ પ્રમુખ તરીકે બ્રિજનાબેન ચિંતનભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. જેઓને ઉપસ્‍થિત જિલ્લા પંચાયતના તમામ સભ્‍યોએ અભિનંદન પાઠવ્‍યા હતાં. આ ઉપરાંત વલસાડ જિલ્લાની છ તાલુકા પંચાયત જેવી કે ઉમરગામ, વાપી, પારડી, વલસાડ, કપરાડા અને ધરમપુર તાલુકા પંચાયતમાં પણ પ્રાંત અધિકારીના અધ્‍યક્ષસ્‍થાને સામાન્‍ય સભાનું આયોજન કરી તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

Related posts

ભાજપના નેતાઓએ ૪૦ કરોડનું જમીન કૌભાંડ આચર્યું  હોવાનો કોંગ્રેસનો આરોપ 

vartmanpravah

વાપી-વલસાડમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી પ્રદર્શન રેલી યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5ના ઠરાવનું થયું અમલીકરણ

vartmanpravah

વલસાડમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરાયું

vartmanpravah

Leave a Comment