October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસના ઉપલક્ષમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ ખાતે રેલી યોજાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, ૧૫: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભારત વર્ષના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩ જન્મદિવસ તા. ૧૭ મી સપ્ટેમ્બરના ના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં તા. ૧૬ અને તા. ૧૭ મી સપ્ટેમ્બરના રોજ યોગ પ્રત્યે લોકને જાગૃત કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ આજરોજ જન જન સુધી યોગનો પ્રસાર થાય અને લોકો યોગ તરફ વળે અને લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે હેતુથી વલસાડ કોલેજ કેમ્પસથી રેલી યોજાવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, પ્રિન્સિપલ શ્રી ગીરીશભાઈ રાણા સાહેબ, ભીડભંજન મહાદેવ મંદિરના કર્તાહર્તા શિવજી મહારાજ, યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહીલભાઈ દેસાઈ, ડોક્ટર ભૈરવી જોશી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગકોચ, ટ્રેનર અને વિવિધ સંસ્થાઓ સાથે લોકો ઉમટી પડ્યા હતા. રેલીમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ અને લોકો એક હજાર થી વધુ સંખ્યામા દેશભક્તિના નારા સાથે જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દક્ષિણ ગુજરાત જોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે,અને એમની ટીમે બહુ મહેનત કરેલી હતી. સદર રેલીમાં વલસાડ જિલ્લા યોગ કોઓર્ડીનેટર નિલેશભાઈ કોશિયા અને એમના સહયોગીઓ પણ હાજર રહ્યા હતા.

Related posts

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સુશાસન દિવસના ઉપલક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ.અટલ બિહારી વાજપેયી વિશે યોજેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

બગવાડા ટોલ નાકા પાસે લાયસન્‍સ વિના તલવારનું વેચાણ કરતા ઈસમોને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

મોટી દમણના આદિવાસી ભવન ખાતે જિલ્લા સ્‍તરીય સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.13 અને 14 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણમાં 2004ના 3જી ઓગસ્‍ટે આવેલા ભયાનક પૂરથી સત્તાના કાંગરા ખરવાની શરૂઆત થઈ હતી

vartmanpravah

Leave a Comment