Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમારિયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ વાપીમાં વિદ્યાથીઓને યુનિવર્સિટીના શિક્ષણની સાથે જીવન ઉપયોગી દરેક પ્રવૃતિઓની તાલીમ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આજના ટેકનૉલોજિ અને ફાસ્‍ટ જીવનમાં કેવી રીતે સાતત્‍ય જાળવી સફળ થઈ શકે તે હેતુથી કોલેજના મેનેજમેન્‍ટ તરફથી વિદ્યાર્થીઓ માટે ગુજરાતનાં જાણીતા મોટીવેશનલ સ્‍પીકર શ્રી જય વસાવડાના સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ સેમિનારમાં કોલેજના કોમર્સ અને સાયન્‍સ વિભાગના ત્રીજા વર્ષના તેમજ એમ.કોમ. અને એમ.એસસી. ના વિદ્યાર્થીઓ અને સ્‍ટાફ મિત્રોએ ખુબજ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. મેનેજમેન્‍ટ તરફથી મેનેજિંગ ટ્રસ્‍ટી એ.કે.શાહ, શ્રી રમેશભાઈ સુમેરિયા, શ્રીમતિ ભારતીબેન સુમેરિયા, તથા આમંત્રિત મહેમાનોપ્રવિણાબેન શાહ, શ્રી એચ. એમ. ભટ્ટ સાહેબ, કોલેજના ડાયરેક્‍ટર ડો. સી.કે.પટેલ તથા અન્‍ય મહેમાનો હાજર રહ્યા હતા. પ્રાર્થના સાથે જય વસાવડાનું બુક આપીને સ્‍વાગત કરતાં સેમિનારની શરૂઆત કરવામાં આવી હતી. સેમિનારના વક્‍તવ્‍યમાં તેમણે વિદ્યાર્થી જીવનમાં મોબાઈલનો સદુપયોગ, શિસ્‍તતા, સમયનું પાલન, ડ્રગ્‍સ અવેરનેસ તેમજ સફળ કેવી રીતે થઈ શકાય વગેરે વિષયોને આવરી લઈને ખુબજ સારી માહિતી પૂરી પડી હતી. આમ સેમિનાર સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પુનમ બી. ચૌહાણે વક્‍તાનો, ટ્રસ્‍ટ્રીઓનો હાજર રહેલ મહેમાનો તેમજ વિદ્યાર્થી મિત્રો અને સ્‍ટાફ મિત્રોનો આભાર વ્‍યક્‍ત કરી દરેકને વક્‍તવ્‍યને જીવનમાં ઉતારી આગળ વધવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

પાલિકાની ચૂંટણી કલંકીત બનવા ભણી: વાપીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની કાર ઉપર હુમલો કરી બે ફરાર થઈ ગયા

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વીજળી બચાવોના પાઠ ભણાવનારા જ લાપરવાહ…આ તે કેવી માનસિકતા………. કોલસાની ઘટ વચ્‍ચે વીજળી બચાવોની વાતને ચીખલી તાલુકા સેવાસદનના કર્મચારીઓ ઘોળીને પી ગયા : ઓફિસમાં ન હોવા છતાં પંખા-લાઇટો ચાલુ

vartmanpravah

ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં હજારો હેક્‍ટર પાક ધોવાણ બાદ સહાય જાહેરાતથી ખેડૂતોમાં ખુશી : માર્ગદર્શન અને ફોર્મના ફાંફા

vartmanpravah

‘સ્‍વચ્‍છ નિર્મળ તટ અભિયાન’ અંતર્ગત દરિયા કિનારા પર સ્‍વચ્‍છતા અભિયાનમાં 6 રાજ્‍યો અને 3 કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સ્‍થિત 10 દરિયાકિનારા વિકસાવાયા છેઃ કેન્‍દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્‍યસભામાં આપેલી માહિતી

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ ઔરંગા નદીમાં વિદ્યાર્થીનીએ પડતું મુકી આપઘાતની કોશિષ કરી

vartmanpravah

Leave a Comment