Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

માલનપાડા નવીનગરી પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર જ્ઞાનભૂષણ એવોર્ડથી સન્માનિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.16: વાંકલ ગામના રહેવાસી અને ધરમપુર તાલુકાની નવીનગરી પ્રાથમિક શાળા માલનપાડાના આચાર્ય મહેન્દ્રસિંહ નાથુભાઈ પરમારને તારીખ ૧૩ મે, ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે આયોજિત રાજ્યસ્તરીય ભૂષણ પુરસ્કાર સન્માન કાર્યક્રમમાં જ્ઞાન ભૂષણ એવોર્ડથી નવાજિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર શિક્ષણ, ઉદ્યોગ, સમાજસેવા, કૃષિ જેવા વિવિધ ક્ષેત્રોમાં રાજ્ય સ્તરે નોંધપાત્ર એવા દેખાવ અને કાર્ય માટે ગ્લોબલ સ્કોલર ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે. મહેન્દ્રસિંહ પરમારને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય સ્તરીય એવોર્ડથી અગાઉ રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ જ્ઞાન ભૂષણ પુરસ્કાર તેમને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી રવિકુમાર નારાના હસ્તે એનાયત કરાયો હતો.

Related posts

વાપી લવાછામાં 50 ફૂટ ઊંચી પાણીની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું મહામુસીબતે રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

પારડી આઈટીઆઈ પાસે સીએનજી ટેમ્‍પામાં લાગી આગ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની સોનેરી સિધ્‍ધિ

vartmanpravah

વાપી નામધા પંચાયતમાં કચરો ઉપાડવા પેટે 2500 ની લાંચ લેતા પંચાયત સભ્‍ય ઝડપાયો

vartmanpravah

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

vartmanpravah

ઉમરગામ તાલુકાના એકલારાના આંતરિક માર્ગ પર ઠલવાયેલો પ્રદૂષિત ઘન કચરો

vartmanpravah

Leave a Comment