Vartman Pravah
Otherડિસ્ટ્રીકટદમણદેશ

દમણના ખેડૂતો બિયારણ અને ખેતી સંબંધિત ચીજવસ્‍તુઓ સબસીડીના દરે લેવા ઈચ્‍છનારા જિ.પં.ના કૃષિ વિભાગનો સંપર્ક કરે

લાલ વાલનું બિયારણ, દવા છાંટવાના પંપ, સ્‍ટોરેજ બિન તથા ફળમાખીની ટ્રેપ વગેરે વહેલા તે પહેલાંના ધોરણે સબસીડીના લાભ સાથે વિતરિત કરવાનો જિલ્લા પંચાયતના કૃષિ વિભાગનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણ જિલ્લા પંચાયતના કૃષિ વિભાગ દ્વારા સંપૂર્ણ કૃષિ વિકાસ યોજના-2022-‘23 અંતર્ગત દમણ જિલ્લાના સ્‍થાનિક ખેડૂતોને લાલ વાલનું બિયારણ રૂા.1000ની મર્યાદામાં (દવા છાંટવાના પંપ, હાથથી અને પગથી ચાલતા પંપ), સ્‍ટોરેજ બિન-રૂા.5000ની મર્યાદામાં 50 ટકા સબસીડી સાથે વિતરિત કરવા તથા ફળ અને શાકભાજીમાં ફળમાખીના નિયંત્રણ માટેની ફેરોમેન ટ્રેપ અને નારિયેળીમાં ગેંડાના નિયંત્રણ માટેની ફેરોમેન ટ્રેપ 2500ની મર્યાદામાં 100 ટકા સબસીડી સાથે વિતરીત કરવાનું આયોજન વહેલા તે પહેલાંના ધોરણે નક્કી કરવા માટેના પૂર્વ આયોજનના ભાગરૂપે ખેડૂતોને તેમની જમીનની 1/14ની સ્‍વ પ્રમાણિત નકલ અને આધારકાર્ડની સ્‍વ પ્રમાણિત નકલ સાથે પોતાનીજરૂરિયાત દર્શાવવા જિલ્લા પંચાયતના કૃષિ અનુભાગનો સંપર્ક કરવા દમણના ખંડ વિકાસ અધિકારી શ્રી રાહુલ ભીમરાએ એક પરિપત્ર દ્વારા જણાવ્‍યું છે.

Related posts

સાદકપોર ચાડીયા પાસે આઈસર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બલવાડના યુવાનનું ઘટના સ્‍થળે જ કરૂણ મોત

vartmanpravah

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત અને ઉમરગામ પાલિકામાં હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયાપૂર્ણ

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

નરોલી ગામના યુવાનની હત્‍યાના બે આરોપીની કરાઈ ધરપકડ

vartmanpravah

Leave a Comment