October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બિહારના મુખ્‍યમંત્રી નીતીશ કુમાર ભ્રષ્‍ટાચારના વિરૂદ્ધ ઝીરો ટોલરન્‍સની નીતિ ધરાવતા સમગ્ર દેશમાં એકમાત્ર નેતાઃ ધર્મેશસિંહ ચૌહાણ, દાનહ-દમણ-દીવ પ્રદેશ જનતાદળ(યુ) પ્રમુખ

આરસીપી સિંહના વિરૂદ્ધ ભ્રષ્‍ટાચારની તપાસ કરાવવા જેડી(યુ)ના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ લલ્લનસિંહ સમક્ષ દાનહ-દમણ-દીવ પ્રદેશ જેડી(યુ) અધ્‍યક્ષ ધર્મેશસિંહ ચૌહાણે કરેલી માંગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.09: દાદરા નગર હવેલી અને દમણ-દીવ જનતા દળ(યુ)ના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ એક અખબારી યાદીમાં જણાવે છે કે, જનતા દળ (યુ) પાર્ટી સમાજવાદી લોકોની પાર્ટી છે અને શ્રી નીતીશ કુમાર અમારા એક માત્ર સર્વમાન્‍ય નેતા છે. આજે જનતા દળ (યુ) પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ લલ્લનસિંહના નેતૃત્‍વ અને અમારા નેતા મુખ્‍યમંત્રીશ્રી નીતીશ કુમારના માર્ગદર્શનમાં બિહાર સહિત ભારતમાં પાર્ટી સરળતાથી ચાલી રહી છે અને પૂરા દેશમાં એક ઈમાનદાર નેતાના રૂપમાં ખરા ઉતરી રહ્યા છે.
જનતા દળ (યુ)ના પૂર્વ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી આરસીપી સિંહને પાર્ટીએ ભ્રષ્‍ટાચાર બાબતે નોટિસ આપવામાં આવતાં જવાબ આપવાના બદલે રાજીનામું આપી દેતા એ દર્શાવે છે કે તેમના પદ પર રહીને પદનો દુરૂપયોગ કરવો, ભ્રષ્‍ટાચાર કરવો, પાર્ટીને બદનામ કરવી, પાર્ટીની છબીને બગાડવાની અને ખરાબ કરવાની સત્તાની લાલચે પાર્ટીને તોડવાનો એમનો ઈરાદો હતો.
પાર્ટીના પૂર્વ અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય મંત્રી આરસીપી સિંહને આ બાબતમાં ખુલાસો કરવો જોઈએ કે રાજીનામું આપવું તેમનો જવાબ પુરતો છે. અમે દાદરા નગર હવેલી જનતા દળ(યુ)ની તરફથી અમારા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ લલનસિંહ પાસે માંગણી કરીએ છી કે, જે વ્‍યક્‍તિને અમારા નેતાએ પુરો ભરોસો રાખીનેપાર્ટીના ટોચના પદેથી લઈ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અધ્‍યક્ષ બનાવાયા અને તેઓ કેન્‍દ્રમાં મંત્રી પણ રહ્યા અને જે માણસ સાત જન્‍મોની મહેનત બાદ પણ પાર્ટીમાં કદ અને પદ નહીં મેળવી શકતા હતા, પાર્ટીએ તેમને તમામ આપ્‍યું અને એજ પાર્ટીને છેતરી.
અમે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ તરફથી અમારા રાષ્‍ટ્રીય શ્રી અધ્‍યક્ષ લલ્લનસિંહ પાસે આ બાબતની તપાસ કરવાની માંગ કરીએ છીએ. કારણ કે, અમારા સર્વમાન્‍ય નેતા શ્રી નીતીશ કુમાર પુરા ભારતમાં ભ્રષ્‍ટાચારની વિરૂદ્ધ ઝીરો ટોલરન્‍સની નીતિ અપનાવે છે અને સંપૂર્ણ ભારતમાં એકમાત્ર નેતા છે જેઓ પોતાની ઈમાનદારી માટે પણ જાણિતા છે. અમે ઈચ્‍છીએ છીએ કે આરસીપી સિંહ જેવા વ્‍યક્‍તિની વિરૂદ્ધ ભ્રષ્‍ટાચારની બાબતે તપાસ થાય અને જે વ્‍યક્‍તિ પાર્ટી તથા અમારા નેતાની વિરૂદ્ધ મનઘડંત વાતો અને તેમની નિંદા કરે છે તેઓની વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરીએ છીએ, અને આરસીપી સિંહની વાતોની અમે ઘોર નિંદા કરીએ છીએ. આરસીપી સિંહ ઉપર પાર્ટીની સાથે છેતરપીંડી, બેઈમાની અને ભ્રષ્‍ટાચાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. અમે સૌ અમારા રાષ્‍ટ્રીય નેતા શ્રી નીતીશકુમારની સાથે ખભેખભા મિલાવી ઉભા છીએ અને તેઓના આદર્શો મુજબ કાર્યરત છીએ એમ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ જનતાદળ (યુ)ના અધ્‍યક્ષ ધર્મેશસિંહચૌહાણે જણાવ્‍યું છે.

Related posts

15મી ઓગસ્‍ટના રોજ સંઘપ્રદેશના પી.આઈ. છાયા ટંડેલ અને પી.એસ.આઈ. લીલાધર મકવાણાનું કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી થનારૂં સન્‍માન

vartmanpravah

વાંસદા તાલુકાના મોટીભમતી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

વિદેશ જનારા નાગરિકોને કોવિડ – ૧૯ ૨સીનો બુસ્‍ટર ડોઝ મળી શકશે

vartmanpravah

સ્‍માર્ટ સિટી સેલવાસના નવતર ‘‘Cycle2Work” અભિયાનને રાષ્‍ટ્રીય શહેરી કોન્‍કલેવમાં મળ્‍યો પ્રતિષ્‍ઠિત એવોર્ડ

vartmanpravah

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય શાળા બેન્‍ડ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment