Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્‍કળતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે ભવ્‍ય શોભાયાત્રા નિકળી

ઘર ઘર ગંગા, ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસીનો અભિયાન અંતર્ગત 1000 પરિવારને તુલસી, ગંગાજળ અને ભગવત ગીતાનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્‍કળતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે શનિવાર 16 સપ્‍ટેમ્‍બરના રોજ ભવ્‍ય શોભાયાત્રા નિકળી હતી. આ રેલીમાં વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પૂજ્‍ય શાષાી સ્‍વામી કપિલજીવન દાસજી ખાસ ઉપસ્‍થિત રહ્યાં હતાં. આ ઉપરાંત દેશભરમાંથી મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યાં હતાં.
ગંગા, ગીતા તથા તુલસીના દિવ્‍ય ત્રણ રથો સાથે જીવંત ઝાંખી સૌના આકર્ષણનુ કેન્‍દ્ર બન્‍યા હતા.
શનિવારે સવારે 8.00 કલાકે વાપી જીઆઈડીસી રામલીલા મેદાન, અંબામાતા મંદિર સામેથી આ શોભાયાત્રા નીકળી હતી જેમાં ગંગારથ, ગીતાજીરથ અને તુલસીરથનો ટેબ્‍લોની ઝાંખી રજુ કરવામાં આવી હતી. આ શોભાયાત્રા મુખ્‍ય માર્ગ ઉપર ફરી અને શ્રી સૌરાષ્‍ટ્ર લેવા પટેલ સમાજ વાડી બલીઠા વાપી ખાતે પહોંચી હતી. આ શોભાયાત્રામાં ત્રણ હજારથી વધુ ભાઈ, બહેનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતાં. હોલમાં સભા થઈ હતી. જેમાં ભારતમાતા, ગૌ માતા, ગંગાકળશ, ગીતાજી તથાતુલસીમાતાનું પૂજન, મહાનુભાવોના સન્‍માન બાદ સાંસ્‍કળતિક કાર્યક્રમ રજુ થયા હતા. જે કાર્યક્રમ એ ઉપસ્‍થિત લોકોને મંત્રમુગ્‍ધ કર્યા હતા. તે પછી 1000 વ્‍યક્‍તિઓને ગંગાજળ, ગીતાજી તથા તુલસીછોડની કીટ નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ સાથે 25 કરોડ પરિવાર સુધી ઘર ઘર ગંગા, ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસીનો સંદેશ પહોંચાડવા સંકલ્‍પ લેવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે પૂજ્‍ય અખંડાનંદ સ્‍વામી (અધ્‍યક્ષ, વલસાડ જીલ્લા સંત સમિતિ), પૂજ્‍ય રામ સ્‍વામી, ડો.એસ.પી. તિવારીજી (સંસ્‍થાપક, વિશ્વ કુટુંબકમ પ્રવાસી સંઘ), ડો.એન.બી. મોરે (આંતરરાષ્‍ટ્રીય સંયોજક, વિશ્વ પ્રવાસી સંઘ), શ્રી દિલીપ પટેલ(સંરક્ષક વિશ્વ પ્રવાસી સંઘ), શ્રી ડી.પી. મિશ્રા(શ્રી રામ જન્‍મભૂમિ શોધક), ડો.ચૈતાલી સિંગ (સચિવ, વિશ્વ પ્રવાસી સંઘ), નીરજ તિવારી, વિવિધ સામાજિક અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના આગેવાનો અને સભ્‍યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતાં.

Related posts

વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્‍યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ

vartmanpravah

‘‘વિદ્યાર્થી ઉદ્યમીતા સાહસિકતા નીતિ” અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ભીલાડ સરકારી વિજ્ઞાન કોલેજના બે વિદ્યાર્થીની પસંદગી

vartmanpravah

ભારત સરકારના ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત આજે દમણમાં યોજાનારો વિવિધ બેંકોનો લોન મેળો

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’, ‘માટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસે ભામટી પ્રગતિ મંડળે નિવૃત્ત સૈનિક અમૃતભાઈ કાલીદાસનું કરેલું સન્માન

vartmanpravah

પારડી વિધાનસભાની બેઠક માટે ત્રણ દિવસમાં પાંચ ઉમેદવારી પત્રો લેવાયા

vartmanpravah

Leave a Comment