(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલના નૈત્ર ચિકિત્સા વિભાગની ડો.મનીષા સિંહ કોર્નિયા વિશેષજ્ઞ છે જેમણે ડો.વી.કે.દાસ અને નૈત્ર ચિકિત્સા વિષેશજ્ઞ ડો.કોમલ પારીખના માર્ગદર્શન અને સહયોગથી એક 85 વર્ષીય મહિલાની કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી હતી જે છેલ્લા પંદર વર્ષથી જોવામાં અસમર્થ હતી. શ્રીમતી કમુબેન પટેલ દ્વિપક્ષીય રૂપે આંધળી હતી. જમણી આંખમા કોર્નિયલ અંધતાના કારણે અને ડાબી આંખમાં રેટિનલ અંધતાને કારણે તેઓ કામ કરવામાં અસમર્થ હતી. જ્યારે તેઓ શ્રી વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં આવેલ તો જમણી આંખમાં કોર્નિયા પ્રત્યારોપણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ રાષ્ટ્રીય નૈત્રદાન પખવાડા દરમ્યાન નૈત્રદાન જાગૃતિ માટે કેટલાક કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલને નૈત્રદાન પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી.
આ દર્દીની સફળકોર્નિયા પ્રત્યારોપણ સર્જરી થઈ અને એને દ્રષ્ટિ પ્રાપ્ત થઇ.ે આ પ્રક્રિયા ડેસીમેટની સ્ટ્રિપિંગ એડોથેલિયલ કેરેટોપ્લાસ્ટી હતી. જેમાં કોર્નિયાની ફક્ત એક પરતને પ્રત્યારોપિત કરવામાં આવી હતી. જેમા આ એક સીવની રહિત અથવા એક સીવની ટેકનીક બની હતી. જેમા કોર્નિયા અસ્વીકૃતની સંભાવના ઓછી થઈ ગઈ અને જલ્દીથી દ્રશ્ય પુનર્વાસ સુનિヘતિ થઈ હતી. આ ટેકનિકમાં સટીકતાની અધિક જરૂરી હોય છે. ઓપરેશન બાદ દર્દીની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા. કારણકે એને હવે બધુ જ દેખાવા લાગ્યુ હતુ. આ સર્જરીની સફળતા માટે નાઈટર ચિકિત્સા વિભાગની સાથે નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફની પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.