January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ જિલ્લામાં કલેક્‍ટર સૌરભ મિશ્રાના હસ્‍તે ‘સંપૂર્ણતા અભિયાન’નું કરાયેલું ઉદ્‌ઘાટન

સંપૂર્ણ અભિયાન અંતર્ગત આકાંક્ષી બ્‍લોકના લોકોને તબીબી સારવાર, શિક્ષણ સહિતની વિશેષ સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શનમાં જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાના મુખ્‍ય અતિથિ પદે આજે દમણ જિલ્લામાં ‘સંપૂર્ણતા અભિયાન’ના ઉદ્‌ઘાટન કાર્યક્રમનું આયોજન દમણના બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરા દ્વારા મોટી સ્‍થિત શિક્ષણ ભવનમાં સવારે 10:00 વાગ્‍યે કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સંપૂર્ણતા અભિયાન’નું આજે દમણ જિલ્લામાં પણ ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું. ઉદ્‌ઘાટન કાર્યક્રમનો પ્રારંભ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા જિલ્લા મેજીસ્‍ટ્રેટ અને કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાના હસ્‍તે દીપ પ્રજ્‍વલિત કરીને કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્‍ય અતિથિ કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ ઉપસ્‍થિત લોકોને ‘સંપૂર્ણતા અભિયાન’ સાથે જોડાયેલી વિશેષતા જણાવી હતી અને તેના દ્વારા મળનારી સુવિધાઓ બાબતે જાગૃત કર્યા હતા. તેમણે અભિયાન બાબતે માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, આ કાર્યક્રમ હેઠળ ગર્ભવતી મહિલાઓની સમયસર પ્રસૂતિ, પ્રસૂતિ પહેલાંની સંપૂર્ણ સારસંભાળ સાથે તેઓને પૂરક પૌષાહાર મળી રહે તેની ખાસ કાળજી રાખવામાં આવશે. બાળકોનું સંપૂર્ણ રસીકરણ, દરેક વ્‍યક્‍તિના ડાયાબિટીસ અને હાઈ બ્‍લડપ્રશેશરની નિયમિત તપાસ, લાભાર્થીઓમાં સોઈલ હેલ્‍થ કાર્ડનું વિતરણ, સ્‍વસહાય જૂથની મહિલાઓને રિવોલ્‍વિંગ ફંડ, શાળાઓમાં પાયાની સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવાની કામગીરી કરવામાં આવશે. ત્રણ મહિનામાં પસંદ કરેલ બ્‍લોકમાં નિયુક્‍ત બિંદુઓ પર 100% સંતૃપ્તિ હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્‍યો હોવાની માહિતી કલેક્‍ટરશ્રીએ આપી હતી.
આજના ઉદ્‌ઘાટન કાર્યક્રમ અવસરે પરિસરમાં આરોગ્‍ય, પોષણ શિક્ષણ, કૃષિ વિભાગ, સ્‍વયં સહાયતા સમૂહ સહિત વિવિધ વિભાગો દ્વારા લગાવવામાં આવેલ પ્રદર્શનીનું કલેક્‍ટરશ્રીએ અવલોકન કર્યું હતું અને સંચાલિત યોજનાઓની બાબતમાં જાણકારી પણ મેળવી હતી. આ કાર્યક્રમમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત આમલોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે યાદ રહે કે, આ અભિયાન આગામી 30મી સપ્‍ટેમ્‍બર, 2024 સુધી ચલાવવામાં આવશે. આ સંપૂર્ણતા અભિયાન અંતર્ગત આકાંક્ષી બ્‍લોકના રહેવાસીઓને તબીબી સારવાર, શિક્ષણ સહિત અન્‍ય મુદ્દાઓ ઉપર વિશેષસુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.

Related posts

નવસારી જિલ્લાના વીસીઈ કર્મચારીઓની પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા ડીડીઓને આવેદનપત્ર પાઠવી હડતાલનું રણશિંગ ફૂંક્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

vartmanpravah

દેહરી સ્‍થિત કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીના વિસ્‍તરણ પ્રોજેક્‍ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

દાનહ સંસદીય બેઠક માટે ઈલેક્‍શન એક્‍સ્‍પેન્‍ડિચર ઓબ્‍ઝર્વર તરીકે વી. રમન્‍ધા રેડ્ડીની ભારતના ચૂંટણી પંચે કરેલી નિયુક્‍તિ

vartmanpravah

ખેરડી પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah

Leave a Comment