પ જેટલા ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢી કુલ
રૂા. 4,69,600નો મુદ્દામાલ રીકવર કરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.20: ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો બનેલ જે ગુનાને નવસારી પોલીસ અધિક્ષક ડો. સુશીલ અગ્રવાલે તાત્કાલિક શોધી કાઢવા સૂચના આપેલ હોય તથા નવસારી વિભાગ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.કે. રાયના જરૂરી માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી ડી.આર.પઢેરીયા તથા ખેરગામ પોલીસ ટીમ ટેકનિકલ સોર્ર્સ તથા ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મેળવી સદર ગુનો ડિટેક્ટ કરી બે રીઢા ગુનેગારો (1) જ્વલીત ઉર્ફે ચકો દિપકભાઈ સોમાભાઈ ધો. પટેલ, રહે. ખેરગામ ચીખલી રોડ, કુમાર શાળાની બાજુમાં, તા.ખેરગામ, જી. નવસારી તથા (2) ધર્મેશભાઈ ઉર્ફે ધમો નટુભાઈ કરશનભાઈ રાઠોડ, રહે. ખેરગામ શામળા ફળિયા, તા.ખેરગામ, જી.નવસારીને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે પકડી પાડી અને આરોપીઓની કડક પુપછપરડ કરતા અન્ય ચોરીના ચાર ગુનાઓ તેઓએ કબુલતા ચોરીના તમામ પાંચેય ગુનામાં ગયેલ મુદ્દામાલને સદર આરોપીઓ પાસેથી 100 ટકા રીકવર કરી ગુનામાં ગયેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા બે મોટર સાયકલ તથા 3 મોબાઈલ મળીકુલ્લે રૂા. 4,69,600નો મુદ્દામાલ પકડી પાડી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેરગામ પોલીસ ટીમના પીએસઆઈ શ્રી ડી.આર. પઢેરીયા, એએસઆઈ કૃણાલભાઈ મોહનભાઈ, અ.હે.કો. બિપીનભાઈ કાંતુભાઈ, ગુણવંતભાઈ નાગરાજભાઈ, હિતેશભાઈ નટુભાઈ, અ.પો.કો. જયદીપ ચીમનભાઈ, સતિષભાઈ બાબુભાઈ, દિવ્યેશભાઈ બળવંતભાઈ, રિતેશભાઈ મહેશભાઈ, કમલેશભાઈ ગુલાબભાઈ, બ્રિજેશકુમાર કિશોરચંદ્ર તથા વિરેનભાઈ ગમનભાઈએ ચોરીનો ભેદ ઉકેલવામાં કામગીરી બજાવી હતી.