January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણ દલવાડામાં ભંડારી પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: દમણ દલવાડા ખાતે ફ્રેન્‍ડ્‍સ ગ્રુપ દ્વારા ભંડારી પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સતત ત્રણ દિવસ સુધી રમાયેલી અને આકર્ષણનું કેન્‍દ્ર બનેલી આ ટુર્નામેન્‍ટમાં કુલ આઠ ટીમે ઉત્‍સવ પૂર્વક ભાગ લીધો હતો. તમામ મેચ ભારે રસાકસી સાથે પૂર્ણ થવા પામી હતી જેમાં ફાઈનલ મુકાબલો જેલેશ્વર ઈલેવન કીકરલા અને જીયાન ફાઈટર સરીગામ વચ્‍ચે થવા પામ્‍યો હતો. જેમાં જેલેશ્વર ઈલેવન કીકરેલા ફાઇનલ વિજેતા બનવા પામી હતી.
સમગ્ર ટુર્નામેન્‍ટ દરમિયાન સારુ પ્રદર્શન કરનારા ખેલાડીઓને પુરસ્‍કાર અને ટ્રોફી આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. જેમાં ફાઈનલ મેચમાં ટીમના વિજયમાં સારું યોગદાન આપનાર જેમિસ ભંડારીને મેન ઓફ ધ મેચ, બેસ્‍ટ બોલર તરીકે ધવલ ભંડારી, બેસ્‍ટ બેટ્‍સમેન તરીકે રાગ ભંડારી, બેસ્‍ટ ફિલ્‍ડર તરીકે અંકિત ભંડારી અને મેન ઓફ ધ સિરીઝ તરીકે ધવલ ભંડારીને પુરસ્‍કળત કરવામાં આવ્‍યા હતા. આ ટુર્નામેન્‍ટને સફળબનાવવામાં ઉમરગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ભંડારી સમાજના ટ્રસ્‍ટી શ્રી દિલીપભાઈ ભંડારી સરીગામ ઉપસ્‍થિત રહી સંચાલકોને માર્ગદર્શન અને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું હતું. આ ઉપરાંત શ્રી ચેતનભાઈ ભંડારી પ્રમુખ શ્રી સમગ્ર ભંડારી સમાજ, દમણ ભંડારી સમાજના પ્રમુખ શ્રી કમલેશભાઈ ભંડારી સહિતના આગેવાનોની હાજરી પણ જોવા મળી હતી.

Related posts

‘એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરને ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન માટે રાષ્‍ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

વાપી જીઆઈડીસીમાંથી ચોરી કરેલ બે બાઈકો સાથે આરોપી ઝડપાયો

vartmanpravah

મોપેડ સવાર દંપતીને પારડી સર્વિસ રોડ પર નડેલો અકસ્માતઃ પત્નીનું કરુણ મોત, પતિનો ચમત્કારિક બચાવ

vartmanpravah

દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવા મળેલી તક

vartmanpravah

રખોલી પુલ પરથી વધુ એક યુવાને મોતની લગાવેલી છલાંગ

vartmanpravah

પહેલા જ વરસાદે વાપી ચણોદ કોલોનીને મળેલી ભેટ : આંતરિક રસ્‍તાઓ બેહાલ બન્‍યા

vartmanpravah

Leave a Comment