October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આરટીઓ કચેરી દ્વારા શાળા-કોલેજ રોડ પર વાહન ચેકિંગ, 18 ને મેમો અપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: વલસાડ જિલ્લાની પ્રાઈવેટ તથા સરકારી સ્‍કૂલ અને ટયુશન કલાસમાં આવતા વાહનોમાં બાળકોની સલામતી જળવાઈ રહે તે બાબતે જિલ્લા કલેકટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત વાહનો લઈને આવતા સ્‍કૂલના વિદ્યાર્થીઓના લાઈસન્‍સ, હેલમેટ અને રોડ સેફટી નિયમોનું આરટીઓ કચેરી દ્વારા ચેકિંગ કરવામાં આવ્‍યું હતું. આરટીઓ કચેરીના મોટર વાહન નિરિક્ષકએ.ડી.ચૌધરી, એમ.વી.ગોલવિયા અને સહાયક વાહન નિરિક્ષક કે.સી.પટેલ દ્વારા સરસ્‍વતી ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ, સ્‍વામિનારાયણ સ્‍કૂલ અને કોલેજ રોડ પર ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ડ્રાઈવિંગ લાઈસન્‍સ વિના વાહન હંકારવુ, અંડરએજ ડ્રાઈવિંગ, હેલમેટ, પરમીટ ભંગ અને ઈન્‍સ્‍યોરન્‍સના 18 મેમો ફટકારવામાં આવ્‍યા હતા. આ સિવાય રૂ. 52000ની પેન્‍ડિંગ રીકવરી કરી રોડ સેફટી અંગે વાહન ચાલકોને સૂચનાઓ આપવામાં આવી હતી.

Related posts

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

કાકડકોપર ગામે સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્‍પ યાત્રા કન્‍યાકુમારી થી કાશ્‍મીર વાર્ષિક મહોત્‍સવનો આધ્‍યાત્‍મિક સંદેશ લઈને આવશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને વધાવવા દાનહ-દમણ સજીધજીને તૈયારઃ પ્રદેશમાં બીજી દિવાળીનો માહોલ

vartmanpravah

વાપી ગીતાનગરથી રૂા.9.76 લાખનો ગાંજાનો જથ્‍થો ભરેલી એક કાર ઝડપાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વાપી વી.આઈ.એ.માંદિવ્‍યાંગો માટે નિઃશુલ્‍ક કૃત્રિમ હાથ-પગ સાધનોનો ત્રિદિવસીય સેવા યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment