પરિવાર લોનાવાલાથી લગ્ન પ્રસંગ પતાવી પરત આવી રહેલ : વાપી સ્ટેશને 49 હજારની મત્તાવાળુ પર્સ ચોરાઈ ગયુ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16
વાપી રેલ્વે સ્ટેશન ઉપર સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરાના પરિવારેમહિલાનું 49 હજારની મત્તા ભરેલ પર્સ ચોરાઈ ગયું હતું. વડોદરામાં પરિવારે ફરિયાદ નોધાવ્યા બાદ ફરિયાદ વાપી જી.આર.પી.ને મળતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
વડોદરા આર.વી.દેસાઈ રોડ જવાહર નગરમાં રહેતા સંજય જયંતિભાઈ લોનાવાલામાં લગ્ન પ્રસંગે ગયા હતા. પરિવાર સાથે વડોદરા જવા માટે સિકંદરાબાદ-રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરી રહ્ય હતા. પરિવાર બર્થમાં સુતો હતો તે દરમિયાન પત્નીએ માથે રાખેલ પર્સ વાપી સ્ટેશન ઉપર કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયો હતો. પર્સમાં 14 હજાર રોકડા, બે મોબાઈલ, 49 હજાર રૂા.ની મત્તા હતી
પરિવારે વડોદરા પહોંચી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ વાપી રેલ્વે પોલીસમાં ટ્રાન્સફર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.