April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ અને આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ ક્‍લીનઅપ-ડે નિમિત્તે યોજાયેલ સ્‍વચ્‍છતા અભિયાનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ ટીમ સાથે લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી 72મા જન્‍મદિવસ અને આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ ક્‍લીનઅપ-ડે નિમિત્તે વહીવટીતંત્ર દ્વારા દમણના કોસ્‍ટલ એરિયા, દેવકાથી લઈને જમપોર દરિયા કાંઠા સુધી સ્‍વચ્‍છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અને દમણ નગર પાલિકા વોર્ડ નં.7ના કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયા તેમના વોર્ડના રહેવાસીઓ, જિલ્લાની ટીમ અને મંડળની ટીમે પોઈન્‍ટ નંબર 24 ખાતે આ સ્‍વચ્‍છતા અભિયાનમાં ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની ઉજવણી એક અભિયાન તરીકે ઉજવવામાં આવી હતી. આ અભિયાનમાં તેમની સાથે મળીને 2પ0 લોકોની ટીમે બીચ પર કચરાની કુલ 81 થેલીઓ એકઠી કરી હતી.

Related posts

દાનહ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગે હાંસલ કરી એક વધુ ઉપલબ્‍ધિ

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

વાપી ચાર રસ્‍તા ઉપર થયેલ કરપીણ હત્‍યા કાંડ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

vartmanpravah

વાપી રોફેલ કોલેજ પાસે 20 કરોડના ખર્ચે અધ્‍યતન ઓડિટોરિયમ 6 મહિનામાં સાકાર થશે

vartmanpravah

દીવના પટેલવાડીની સરકારી મિડલ શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી : બાળકોને સિંહ વિશે માહિતી અપાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં દમણવાડા ગ્રા.પં. અંતર્ગત ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ દ્વારા નિર્મિત મશરૂમની ખેતીનું અધિકારીઓએ કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment