11 શાળાના 75 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: ગણેશોત્સવ અંતર્ગત મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વાપીની 11 જેટલી શાળાઓના 75 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાનો વિષય ચંદ્રયાન-3 રાખવામાં આવ્યો હતો. જેમાં વાપીની શ્રી એલ.જી. હરિયા મલ્ટિપર્પઝ સ્કૂલની ધોરણ દસની વિદ્યાર્થીની મિરલ સભાયાએ બીજુ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. શાળાના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્નીપૌલે શાળા પરિવાર વતી વિદ્યાર્તીનીએ મેળવેલ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા તેમજ માર્ગદર્શક શિક્ષકો મિતુલ પટેલ અને રંગેશ કંસારાનો આભાર વ્યક્ત કર્યો હતો.