October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવસેલવાસ

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલી ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં સંઘપ્રદેશ દમણના બોક્‍સર સુમિતે આંધ્ર પ્રદેશના બોક્‍સર ભાનુ પ્રકાશને 5-0થી આપેલી હાર

સુમિતે 63.5-67 કિલોગ્રામ વજન શ્રેણીની વ્‍યક્‍તિગત સ્‍પર્ધામાં શાનદાર રમતનું પ્રદર્શન કરી ક્‍વાર્ટર ફાઈનલમાં મેળવેલું સ્‍થાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.01 : સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા સમય મર્યાદામાં રમતગમતના વિકાસ માટે લેવામાં આવેલાં અસરકારક પગલાં અને યોગ્‍ય ખેલાડીઓને આપવામાં આવેલ તાલીમ અને પ્રોત્‍સાહનના પરિણામે, સંઘપ્રદેશમાંથી 39 સભ્‍યોની અત્‍યાર સુધીની સૌથી મોટી ટુકડી ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં ભાગ લઈ રહી છે.
મધ્‍ય પ્રદેશમાં 30 જાન્‍યુઆરીથી 11 ફેબ્રુઆરી, 2023 દરમિયાન યોજાઈ રહેલી ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ખેલાડીઓ તેમની પ્રતિભા વધુ સારી રીતે પ્રદર્શિત કરી રહ્યા છે. આ અવસરે સંઘપ્રદેશ દમણના બોક્‍સર શ્રી સુમિતે આંધ્ર પ્રદેશના બોક્‍સર શ્રી ભાનુ પ્રકાશને 63.5-67 કિગ્રા વજન વર્ગની વ્‍યક્‍તિગત ઈવેન્‍ટમાં 5-0ના સ્‍કોરથી હાર આપી હતી. આ જીત સાથે શ્રી સુમિતે ક્‍વાર્ટર ફાઇનલમાં જગ્‍યા બનાવી લીધી છે, જ્‍યાં તેમનો મુકાબલો દિલ્‍હીના બોક્‍સર સાથે થશે.
અત્રે નોંધનીય છે કે, શ્રી સુમિત જુનિયર વિભાગના ખેલાડી છે, પરંતુ બોક્‍સિંગ મેચ દરમિયાન તેણે યુથ વિભાગના રાષ્‍ટ્રીય સ્‍તરના મેડલ વિજેતા શ્રી ભાનુ પ્રકાશને ઉત્તમ અપર કટ અને આક્રમક હૂક કૌશલ્‍યનો ઉપયોગ કરીનેહરાવીને તમામને ચોંકાવી દીધા હતા. આ રીતે તેમણે પોતાના નામની સાથે સંઘપ્રદેશનું નામ પણ રોશન કર્યું છે જે પ્રદેશ માટે ગૌરવની બાબત છે.
અત્રે યાદ રહે કે, મધ્‍યપ્રદેશના 08 શહેરોમાં રમાઈ રહેલી ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં હજુ પણ ઘણી સ્‍પર્ધાઓ બાકી છે. જેમાં સંઘપ્રદેશના ખેલાડીઓ કૌશલ્‍ય ઝળકાવી પ્રદેશ નામ રોશન કરશે.
‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ ભારત સરકારની પહલ ‘ખેલો ઈન્‍ડિયા’ પહેલનો મહત્‍વનો ભાગ છે. જેમાં રમતગમતના માધ્‍યમથી પાયાના સ્‍તરે યુવાઓની સાથે જોડવા માટે તૈયાર કરવામાં આવ્‍યું છે.

Related posts

વાપી ચલા ચોકી ફળીયામાં સાયકલ ચોર ઝડપાયા

vartmanpravah

પ્લાસ્ટિકને હટાવવા સેલવાસ નગરપાલિકાની નવી પહેલઃ બર્તન બેંકની કરેલી શરૂઆત

vartmanpravah

સંઘપ્રદેશ વન વિભાગ દ્વારા ‘69મા વન્‍યજીવ સપ્તાહ’ની થઈ રહેલી ઉજવણી દમણમાં નમો પથ ઉપર શાળાના વિદ્યાર્થીઓની યોજાયેલી રેલીઃ દેવકા ઈકો પાર્ક ખાતે વન ભોજનના કાર્યક્રમનું પણ કરાયેલું આયોજન

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 69 કેસ નોંધાયાં : 418 એક્‍ટિવ કેસ

vartmanpravah

વલસાડ જિલ્લાા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અક્ષસ્થાાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment