Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા દાનહ અને દમણ દીવમાંઆંતરરાષ્‍ટ્રીય નશા નિષેધ દિવસ મનાવવામાં આવ્‍યો

32885 બાળકો અને 1452 આચાર્ય-હેડમાસ્‍ટર શિક્ષકોને નશામુક્‍તિ અંગે શપથ લેવડાવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી ભાનુપ્રભાના માર્ગદર્શનમાં અને થ્રીડીના ત્રણેય જિલ્લાના કલેક્‍ટરશ્રીઓના દિશા-નિર્દેશમાં સમાજ કલ્‍યાણ વિભાગના નિર્દેશક શ્રી જતીન ગોયલના નેતૃત્‍વમા આંતરરાષ્‍ટ્રીય નશા નિષેધ દિવસ મનાવવામાં આવ્‍યો હતો. જે સંદર્ભે વિવિધ જનજાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દાનહ દમણ દીવની દરેક સરકારી અને સરકારી સહાયતા પ્રાપ્ત અને માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓ અને એનએસએસના વિદ્યાર્થીઓ સહિત 32885 બાળકોને ‘નશામુક્‍ત ભારત’ અભિયાન અને આંતરરાષ્‍ટ્રીય નશા નિષેધ દિવસ અંગે વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. સાથે દરેક 32885 બાળકો અને 1452 આચાર્ય શિક્ષકોને નશામુક્‍તિ અંગે શપથ લેવડાવ્‍યા હતા.
દાનહમાં ટોકરખાડા સરકારી શાળાના 750 વિદ્યાર્થીઓ દ્વારા આંતરરાષ્‍ટ્રીય નશા નિષેધ દિવસના ઉપલક્ષમાં જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. દમણની સાર્વજનિક શાળામા ક્‍વીઝ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓએભાગ લીધો હતો. જિલ્લા બાળ સંરક્ષણની ટીમ દ્વારા શાળાઓ અને કોલેજના નજીકના વિસ્‍તારમાં દરેક પાન ગુટકાની દુકાન અને શરાબની દુકાન પર સ્‍ટીકર્સ ચોંટાડી દુકાનદારોને સુચિત કરવામાં આવ્‍યા કે બાળકોને પાન, સિગરેટ અને શરાબ જેવા નશીલા પદાર્થોનું વેચાણ નહીં કરવામાં આવે, સાથે તેમણે જણાવ્‍યું હતું કે આ કાનૂની અપરાધ છે સાથે નાગરિકોને નશાની રોકથામ માટે જાગૃત કરવામાં આવ્‍યા હતા અને જણાવ્‍યું કે આપણે સાથે મળી ‘નશામુક્‍ત ભારત’ અભિયાનને સાર્થક બનાવી શકીશું અને નશાનું દૂષણ રોકી શકીશું.
આંતરરાષ્‍ટ્રીય નશા નિષેધ દિવસના ઉપલક્ષ પર ‘નશા મુક્‍ત ભારત’ અભિયાનના નોડલ અધિકારી શ્રી સંજીવકુમાર પંડયાએ દમણ આકાશવાણી કેન્‍દ્રમાં રેડિયો ટોક શોના માધ્‍યમથી પ્રદેશના શ્રોતાગણોને જાગરૂકતાનો સંદેશ આપ્‍યો હતો અને જણાવ્‍યું હતું કે આપણે બધા મળી એક સાથે નશાના રોકથામના કાર્યને નક્કી કરીએ તો અવશ્‍ય સંભવ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષણ નિર્દેશક અને ત્રણે જિલ્લાના શિક્ષણ વિભાગના ઉચ્‍ચ અધિકારી, સરકારી અને સરકારી સહાયતા પ્રાપ્ત ખાનગી માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શાળાના આચાર્ય, હેડમાસ્‍ટર, શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા એનએસએસના વિદ્યાર્થીઓ અને સમાજ કલ્‍યાણ વિભાગ બાળ સંરક્ષણ સમિતિટીમનું મહત્‍વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર કકવાડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS પ્રમાણપત્ર એનાયત

vartmanpravah

દાનહમાં લેબર વિભાગ દ્વારા કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

વલસાડ પાલિકાના સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષમાં નવરાત્રિ મેળાનો શુભારંભ

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપીમાં ૨ દિવસીય યોગ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના રફતાર અટકી : સોમવારે 141 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ડીપીએલની લીગ મેચમાં મેન ઓફ ધી મેચ બનેલા ધરમ ઈલેવનના ચેતન હળપતિને દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવીના હસ્‍તે આપવામાં આવેલી ટ્રોફી

vartmanpravah

Leave a Comment