April 19, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ વિજય માહ્યાવંશી મંડળ દ્વારા યોજાયો મફત નોટબૂક વિતરણ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓના સન્‍માનનો સમારંભ

મોદી સરકારના શાસનકાળ દરમિયાન વિદ્યાર્થીઓને યુનિફોર્મ, બૂટ-મોજાંથી લઈ નોટબૂક અને પાઠયપુસ્‍તકો મફતમાં આપવામાં આવે છે અને તે પણ ઉમ્‍મીદથી વધારે મળે છે તેથી મફત નોટબૂક વિતરણના તાયફા કરવાની જગ્‍યાએ સમાજને વધુ ઉપયોગી થાયતેવા કામો કરવા દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવીએ મંડળના સંચાલકોને આપેલી સલાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : છેલ્લા 60 વર્ષથી કાર્યરત અને રજીસ્‍ટર્ડ શ્રી દમણ વિજય માહ્યાવંશી મંડળ દ્વારા ગત રવિવારે દમણ વરકુંડ ખાતે આવેલ સરકારી પોલીટેક્‍નિક કોલેજના એક વર્ગખંડમાં લોંગ નોટબૂક વિતરણ તથા તેજસ્‍વી વિદ્યાર્થીઓના સત્‍કાર સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી રીનાબેન હરિશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી વર્ષિકાબેન પટેલ તથા જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી સુનિતાબેન હળપતિ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. વરકુંડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કિરીટભાઈ મીટનાની પણ પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી.
આ પ્રસંગે શ્રી દમણ વિજય માહ્યાવંશી મંડળના અધ્‍યક્ષ અને ટીવી અને રંગમંચના કલાકાર શ્રી ભગુભાઈ રામજીભાઈ પટેલે શ્રી દમણ વિજય માહ્યાવંશી મંડળની 1964માં થયેલ સ્‍થાપનાથી લઈ અત્‍યાર સુધી સર કરેલા વિવિધ પડાવોની જાણકારી આપી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરપર્સન શ્રીમતી વર્ષિકાબેન પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, શિક્ષણના કારણે જ આજે માહ્યાવંશી સમાજ મોખરાનું સ્‍થાન ધરાવે છે. તેમણે જણાવ્‍યું હતું કે, તેમની રાજકીય સફરમાં પણમાહ્યાવંશી સમાજનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ મંડળના સંચાલકોનું ધ્‍યાન દોરતા ખાસ જણાવ્‍યું હતું કે, હવે મોદી સરકારના શાસનકાળ દરમિયાન વિદ્યાર્થીઓને યુનિફોર્મ, બૂટ-મોજાંથી લઈ નોટબૂક અને પાઠયપુસ્‍તકો મફતમાં આપવામાં આવે છે અને તે પણ ઉમ્‍મીદથી વધારે મળે છે. તેથી મફત નોટબૂક વિતરણના તાયફા કરવાની જગ્‍યાએ સમાજને વધુ ઉપયોગી થાય તેવા કામો કરવા સલાહ આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ગરીબ સમાજની પ્રગતિ માટે શિક્ષણ જ એક માત્ર સાધન છે જે ગરીબી દૂર કરી શકે છે. તેમણે શિક્ષણમાં પણ એક્‍સપર્ટાઈઝ શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓને આહ્‌વાન કર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળના અધ્‍યક્ષ શ્રી ભગુભાઈ રવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં મંડળના મહામંત્રી શ્રી દિનેશભાઈ મિષાી, શ્રી પ્રમોદભાઈ એન. દમણિયા, શ્રી પ્રતિકભાઈ એન. દમણિયા વગેરે ભારે જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે દમણ વિદ્યુત વિભાગના નિવૃત્ત સહાયક એન્‍જિનિયર શ્રી અનિલભાઈ એન. દમણિયા, ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, શ્રી અમ્રતભાઈ પટેલ, શ્રી રમેશભાઈ દાબુલકર, શ્રી ભરતભાઈ, દમણના નિવૃત્ત પી.એસ.આઈ. શ્રી હિરાલાલ ભક્‍તિ સહિત વિદ્યાર્થીઓ અને આગેવાનોઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબનો પ્રથમ વાર્ષિક સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલની અધ્‍યક્ષતામાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની મળેલી બેઠકમાં 50-50ના સિદ્ધાંત સાથે ઔદ્યોગિક વિસ્‍તારના રસ્‍તાઓનું નવીનિકરણ કરવા હાકલ

vartmanpravah

સરીગામની ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

રોકાણ કરેલા નાણાંના ઉઘરાણીના તણાવમાં ઓરવાડના આધેડે ફાંસો ખાધોᅠ

vartmanpravah

ચીખલી તાલુકાના ખુંધ ગામના કોળીવાડ વિસ્‍તારમાં દીપડાની અવર-જવર વધતા ભયનો માહોલ સર્જાયો

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું મેન્‍ડેડને અમલ કરાવવા તાલુકા સંગઠન પ્રમુખદિલીપ ભંડારીએ હાથ ધરેલી કવાયત

vartmanpravah

Leave a Comment