June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સરોધી હાઈવે ઉપર ટામેટા ભરેલ ટેમ્‍પો ડિવાઈડર ઉપર ચઢી જતા પલટી મારી ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડ હાઈવે ઉપર ઈસુના નવા વર્ષથી પ્રત્‍યેક દિવસે એક અકસ્‍માત સર્જાતો રહે છે. તેવો વધુ એક અકસ્‍માત બુધવારે રાત્રે મુંબઈ તરફ જઈ રહેલો આઈશર ટેમ્‍પો ડિવાીડર ઉપર ચઢીને પલટી મારી ગયો હતો. ટેમ્‍પોમાં ટામેટા ભરેલા હોવાથી ટામેટા રોડ ઉપર પથરાઈ ગયા હતા. ડ્રાઈવર-ક્‍લિનરને લોકોએ બચાવી લીધા હતા.
વલસાડ સરોધી પાસે નેશનલ હાઈવે ઉપર બુધવારે રાત્રે મુંબઈ નાલાસોપારા ટામેટાનો જથ્‍થો ખાલી કરવા માટે ટેમ્‍પો નં. એમ.એચ. 48 એવાય 6460 જઈ રહ્યો હતો, તે દરમિયાન ડ્રાઈવરે સ્‍ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેમ્‍પો ડિવાઈડર સાથે ભટકાઈને પલટી મારી ગયો હતો. અકસ્‍માતમાં ડ્રાઈવર-ક્‍લિનર કેબીનમાં ફસાઈ ગયા હતા. વાહન ચાલકો અને સ્‍થાનિકોએ સલામત પૂર્વક બહાર કાઢયા હતા. અકસ્‍માતને લઈ થયેલ ટ્રાફિકને પોલીસે માલ સામાન ખસેડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. વલસાડ હાઈવે અકસ્‍માત ઝોન બની ગયો છે. રોજનો એક અકસ્‍માત થતો રહે છે.

Related posts

દૂધનીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખરીફ ઋતુમાં 8 માસમાં 38500 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી તાલીમબધ્‍ધ કરાયા

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. 1.2પ કરોડના ખર્ચે આકાર લઈ રહેલી અદ્યતન લાઈબ્રેરી ટૂંકા દિવસોમાં ખુલ્લી મુકાશે

vartmanpravah

ચીખલી તાલુકાના વિવિધ ગામોમાંથી જીયો કંપનીના મોબાઈલ ટાવરો પરથી કેબલો ચોરાયા

vartmanpravah

વીવીઆઈપી વિઝીટના ઉપલક્ષમાં દમણ જિલ્લામાં સોમવારની સાંજે 6 વાગ્‍યાથી બુધવારના સવારે 6 વાગ્‍યા સુધી ટ્રક સહિતના ભારે વાહનોના અવર જવર ઉપર પ્રતિબંધ

vartmanpravah

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment