October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના જલારામ નગર ખાતેથી મોડી રાત્રે મહાકાય અજગરનું રેસ્‍કયું કરતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી

લગ્ન ડેકોરેશનના ગોડાઉનમાં ભરાયો હતો અજગર: 12થી14 ફૂટ લાંબો અને 35થી 40 કિલો વજન ધરાવતો હોવાનું અનુમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડીસ્‍વાધ્‍યાય મંડળ રોડ ખાતે આવેલ જલારામ નગરમાં રહેતા અને શિવ ડેકોરેશનના નામે લગ્ન મંડપનો વ્‍યવસાય કરતા વિનયભાઈએ ગઈકાલે રાત્રે બે વાગ્‍યે ઘરની બાજુમાં આવેલ ગોડાઉનમાં સાપ આવ્‍યો હોવાનો ફોન જીવદયા ગ્રુપ પારડીના પ્રમુખ અલી અન્‍સારીને કરતા તેઓ તાત્‍કાલિક જલારામ નગર ખાતે પહોંચી જોતા એક વિશાળકાય અજગર જોવા મળ્‍યો હતો પરંતુ આ અજગર જોતજોતામાં બાજુમાં આવેલ ડેકોરેશનના ગોડાઉનમાં ભરાય ગયો હતો. પરંતું અલીભાઈ ત્‍યાં હાજર હોય ડર રાખ્‍યા વિના ગોડાઉન માલિક વિનયભાઈ તથા તેમના માણસોએ આટલી મોડી રાતે ખૂબ મહેનતથી આ ગોડાઉનમાં રાખવામાં આવેલ લાકડાઓ દૂર કરતા લગભગ અડધાથી પોણા કલાકની મહેનત બાદ આ મહાકાય અજગરનું રેસ્‍કયું કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. 12થી 14 ફૂટ લાંબો અને 35થી 40 કિલો વજન ધરાવતા આ અજગરને ફોરેસ્‍ટ ખાતાને જાણ કરી જંગલમાં છોડવામાં આવશે.
સાથે સાથે એક અપીલ પણ કરવામાં આવે છે કે આવા કોઈ પણ પ્રકારના સરીસૃપ પ્રાણીઓ, કોઈપણ પ્રકારના સાપો જો તમને તમારા ઘર કે અન્‍ય આજુબાજુ નજરે ચઢે તો તેને ઈજા કે મારી ન નાખતા જીવદયા ગ્રુપ પારડીનો સંપર્ક કરવો, જેથી જીવદયા ગ્રુપના સભ્‍યો જેમ બને તેમ જલદી આવી સહી સલામત રીતે રેશકયું કરી આવા સાપોને લઈજાય.

Related posts

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

વલસાડમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડયો :વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત જોવા મળી

vartmanpravah

ચીખલીના આમધરાના યુવાનને માસિક 10% વ્‍યાજે આપેલી રકમ ચૂકવવામાં મોડું થતાં ઘરે આવી ધમકાવનાર નાંધઈ-ભૈરવીના ઈસમ સામે ગુનો નોંધાયો

vartmanpravah

ઉમરગામના અંકલાસમાં પી.એમ.જે.વાય કાર્ડ બાબતે લોકોની ઉદાસીનતા દૂર થઈ, હવે સપ્તાહમાં 25થી 30 કાર્ડ લોકો કઢાવી રહ્યા છે

vartmanpravah

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

પારડી નગરપાલિકાના ચાર કર્મચારીઓને નોટિસ જ્‍યારે એક કર્મચારીને દસ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરતા ખળભળાટ

vartmanpravah

Leave a Comment