June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રિક્ષામાં દારૂ લઈ જતા ચાલક અને મહિલા કલસર બે માઈલ નજીક ઝડપાયા

પોલીસે બંનેની ધરપકડ કરી દારૂ અને રિક્ષા મળી કુલ 72 હજારનો મુદ્દામાલ કબજે લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડી પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્‍સ્‍ટેબલ મહેન્‍દ્રસિંહ અને ક્રિપાલસિંહ સહિતની ટીમ પેટ્રોલીંગમાં ફરી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે કલસર બે માઈલ ઉદવાડા જતા માર્ગ પર રિક્ષા નં.જીજે-15-ટીટી-7571 આવતા અટકાવી હતી અને તલાશી લેતા રિક્ષા ચાલકની સીટ અને પાછળની સીટ પાસેથી અલગ અલગ બ્રાન્‍ડની વ્‍હીસ્‍કીની બોટલ નંગ 126 જેની કિંમત રૂા.27000નો જથ્‍થો મળી આવતા રૂા.45000ની રિક્ષા મળી પોલીસે કુલ રૂા.72000નો મુદ્દામાલ કબજે લઈ રિક્ષા ચાલક મહેશ ડાહ્યાભાઈ પટેલ ઉ.વ.53 રહે.ઉદવાડા ગામ મંદિર ફળિયા, અને પાછળ બેસેલી સીમા જાફર મુખ્‍તીયાર શેખ ઉ.વ.30 રહે.સુરત ભેસ્‍તાન સિલ્‍વરનગરની ધરપકડ પારડી પોલીસે કરી હતી. અને પારડી પોલીસે બંને વિરુદ્ધ વિવિધ પ્રોહીબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વાપી દમણગંગા નદી કિનારે 212 એકર જમીનમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ હબ આકાર લેશે

vartmanpravah

સેલવાસની અથશ્રી સોસાયટીમાં ઈલેક્‍ટ્રીક સ્‍કૂટર ચાર્જમાં મુક્‍યા બાદ આગ લાગતા બળીને ખાખ

vartmanpravah

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ દિલ્‍હી ખાતે આયોજીત રાષ્‍ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ઝળકાવેલું કૌવત

vartmanpravah

પ્રધાનમંત્રીએ અગ્રણી વિજ્ઞાન સંસ્થાઓ સાથેની વાતચીત અંગે ટ્વીટ્સ કર્યા

vartmanpravah

નવસારી જિલ્લામાં નોકરી કરતી યુવતિ પર શંકા કરતા પતિને સમજાવી સમાધાન કરાવતી 181 અભયમ હેલ્‍પલાઈન ટીમ

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે

vartmanpravah

Leave a Comment