Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ
અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડૉ. વિવેક કુમારની ઉપસ્‍થિતિમાં તમામ સરકારી વાહનો, ઓટો રિક્ષા, ટેક્‍સી અને રાજ્‍ય પરિવહન બસોના ડ્રાઈવરોને તાલીમ આપી એનાયત કરાયા પ્રમાણપત્રો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03 : પરિવહન વિભાગ, દીવ દ્વારા વેસ્‍ટર્ન ઈન્‍ડિયા ઓટોમોબાઈલ એસોસિએશનના સહયોગથી આજે સવારે 10:30 વાગ્‍યે મલાલા ઓડિટોરિયમ-દીવ ખાતે તમામ સરકારી વાહનો, ઓટો રિક્ષા, ટેક્‍સી અને રાજ્‍ય પરિવહન બસોના ડ્રાઈવરો માટે ‘સલામત ડ્રાઇવિંગ’ અને ‘માર્ગ સલામતી કૌશલ્‍ય’ની તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડૉ. વિવેક કુમાર ઉપસ્‍થિત રહ્યા હતા. તાલીમ કાર્યક્રમની શરૂઆત મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડૉ. વિવેક કુમારના હસ્‍તે દીપ પ્રાગટ્‍યથી કરવામાં આવી હતી. ત્‍યારબાદ ઉપસ્‍થિત તમામ મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
અત્રે આયોજીત તાલીમનો ઉદ્દેશ્‍ય મુસાફરો, રાહદારીઓ અને સાથી માર્ગ વપરાશકર્તાઓની સલામતી સુનિヘતિ કરવા માટે દીવ જિલ્લાના ડ્રાઇવરોને જરૂરીજ્ઞાન અને કૌશલ્‍યથી સજ્જ કરવાનો હતો, જેથી માર્ગ અકસ્‍માતો અસરકારક રીતે ઘટાડી શકાય અને તમામ ડ્રાઈવરો વધુ સારી રીતે તૈયાર થઈ શકે અને રસ્‍તા પર પડકારરૂપ અને કટોકટીની પરિસ્‍થિતિઓનો સામનો કરી શકે.
આ તાલીમમાં ભાગ લેનારા તમામ ડ્રાઈવરોએ તેમના ડ્રાઇવિંગ લાયસન્‍સની અસલ અને નકલ બંને સાથે લાવવાની જરૂર હતી. તાલીમ મેળવનાર ડ્રાઇવરોને ઉપસ્‍થિત અધિકારીઓ દ્વારા પ્રમાણપત્રોનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે નાયબ કલેક્‍ટર શ્રી શિવમ મિશ્રા, સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર શ્રી સંદીપ રૂપેલા, અધિક્ષક કલેક્‍ટર શ્રી ડી.બી.આહીર, ટ્રાફિક ઇન્‍ચાર્જ શ્રી આર.કે.ગાંવિત અને મદદનીશ મોટર વાહન નિરીક્ષક શ્રી અભિનવ પટેલ સહિત 200 જેટલા લાભાર્થીઓ ડ્રાઈવરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પટલારામાં સરપંચ હંસાબેન ધોડીના નેતૃત્‍વમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસ ઉજવણી ઉપક્રમે વાપીમાં વિવિધ સેવા કાર્યો યોજાશે

vartmanpravah

વાપી નૂતનનગર સરદાર બાગમાં સ્‍થાપિત શ્રીજીનું અનંત ચૌદશે ભક્‍તિભાવ સાથે વિસર્જન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનની યોજનાઓ અને વિકાસકામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પં. દીન દયાળ ઉપાધ્‍યાયની અંત્‍યોદય નીતિનું પડતું પ્રતિબિંબ

vartmanpravah

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

ધરમપુર વનરાજ કોલેજમાં તમાકુ નિષેધ રેલી નીકળી

vartmanpravah

Leave a Comment