October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર અદાણી ફાઉન્‍ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ

78 ગામોના ‘અન્નદાતા’ને અન્નપૂર્ણા પ્રોજેક્‍ટ હેઠળ તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
અમદાવાદ, તા.04: અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી અનેક પહેલો કરવામાં આવી રહી છે.ગત સપ્તાહે ભરૂચના 78 ગામોમાં પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનેત્રંગ તાલુકા પંચાયત સાથે મળીને નેચરલ ફાર્મીંગ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે.અદાણી ફાઉન્ડેશનના અન્નપૂર્ણા પ્રોજેક્ટ અંતર્ગત નેત્રંગ તાલુકાના ખેડૂતો સૌ પ્રથમવાર પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.
ચાસવડપ્રાકૃતિક વિકાસ કેન્દ્ર ખાતે આયોજીત કાર્યક્રમનાપ્રારંભપૂર્વે નવી દિલ્હી ખાતે ‘સંકલ્પ સપ્તાહ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાગ્રામીણ ભારત કેન્દ્રિત ઓનલાઈનસંબોધન ચાલાવવામાંઆવ્યું હતું.ત્યારબાદભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડાતેમજ અદાણી ફાઉન્ડેશનના યુનિટ સીએસઆર હેડની ઉપસ્થિતીમાં નેચરલ ફાર્મીંગ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડમહેન્દ્ર પટેલના સ્વાગત પ્રવચન બાદભરૂચ જિલ્લા ખેતીવાડીઅધિકારી પી.આર માડાણીએ નેચરલ ફાર્મિંગના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા એગ્રી બિઝનેસ સેન્ટરના પ્રતિનિધીઓ પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.
ખેતીપ્રધાન ગામડાને ગ્લોબલ બનાવવા ગ્રામીણ ભારતનું સશક્તિકરણ અત્યંત આવશ્યક છે. અદાણી ફાઉન્ડેશન અને તાલુકા ખેતીવાડી વિભાગ નેત્રંગ દ્વારા 78 + ગામોમાં પ્રાકૃતિક ખેતીને લગતી તાલીમ આપવામાં આવી રહી છે.35ગામોના 37સરપંચો તેમજમોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પર્યાવરણ અને પ્રકૃતિના જતન માટે અદાણી ફાઉન્ડેશન અવિરત કાર્યરત છે. તાજેતરમાં ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા મુંદ્રાનાખેડૂતોની ગુજરાતના ગવર્નર સાથેમુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી કરવાના ફાયદાઓ સમજાવીખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

Related posts

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ધોરણ-10 અને 12નું પરિણામ જાહેર

vartmanpravah

નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાઓની ભરમાર, લોકો કરી રહ્યા છે ચંદ્રની સપાટીનો અહેસાસ

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટેન્‍ડિંગ કમીટિના ચેરમેનતરીકે પૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની નિયુક્‍તિઃ પબ્‍લિક વર્ર્ક્‍સ કમીટિના ચેરમેન તરીકે પૂર્વ ઉપ પ્રમુખ અજયભાઈ દેસાઈની વરણી

vartmanpravah

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

જિલ્લામાં પ્રથમ એવી વાપી નોટિફાઈડ ફાયર બ્રિગેડની 10 માળ સુધી પહોંચાય તેવી હાઈડ્રોલીક સીડી કાર્યરત

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

vartmanpravah

Leave a Comment