વાપી એસ્ટેટમાં ગ્રીન સ્પેસ માવજત માટે કંપનીઓ વાપરે છે પરંતુ પાછળથી પાર્કિંગ જેવા ઉપયોગ થઈ રહ્યા છે![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/10/WhatsApp-Image-2024-10-14-at-3.35.45-PM-1.jpeg)
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વાપી જીઆઈડીસીમાં ફેઝ વનમાં આવેલ મોટી લીમીટેડ ડાઈંગ કંપની દ્વારા ગ્રીન સ્પેસનો ઉપયોગ કરી કંપની કર્મચારીઓના વાહનોના પાર્કિંગ માટે થઈ રહ્યો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે.
વાપી એસ્ટેટમાં ગ્રીન સ્પેસ માટે ચોક્કસ ગાઈડલાઈન છે. પરંતુ કંપની સંચાલકો મનમાની કરી નિયમોને સાઈડ લાઈન કરી ગ્રીન સ્પેસનો ઉપયોગ અન્ય ઉપયોગમાં વાપરી દેતા હોય છે તેવું અનેક સ્થળે જોવા મળી રહ્યું છે. ફસ્ટ ફેઝમાં કાર્યરત એક ડોઈંગ કંપની દ્વારા ગ્રીન સ્પેસની જગ્યાનો ઉપયોગ કર્મચારીઓના વાહન પાર્કિંગ માટે થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. કેટલીક કંપનીઓ માર્જીન બાદ પોતાની દિવાલો તાણા બાંધીને વાહન પાર્કિંગમાં ઉપયોગ કરી રહ્યાનું દેખાઈ આવે છે. જેથી જીઆઈડીસી વિસ્તારમાં પીક અવર્સમાં ટ્રાફિક જામની પણ સમસ્યાઓ ઉભી થઈ રહી છે. આવા ઉદ્યોગપતિઓ વી.આઈ.એ. નોટિફાઈડ ગવર્નિંગ બોડી કે ગ્રીન એન્વાયરો સાથે સંકળાયેલા છે. છાશવારે ગ્રીન વાપી બ્યુટિફિકેશન માટે જાહેર માર્ગો બળાપાકાઢતા રહે છે પણ અમુક તેવા લોકો પોતે જ પાર્કિંગના અડ્ડા બનાવી બેઠા છે.