December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા બે દિવસ ચાલેલો બેઠકનો દોર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.04: અગામી લોકસભાની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે વલસાડ જિલ્લામાં કોંગ્રેસ પક્ષે કામગીરી ચાલુ કરી દીધી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્‍ય શ્રી ઋત્‍વિકભાઈ મકવાણાનામાર્ગદર્શન અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલની રાહબરી હેઠળ વલસાડ જિલ્લામાં તાલુકા લેવલે છ જેટલી બેઠકો આયોજન કરવામાં આવ્‍યું છે. સતત બે દિવસ સુધી ચાલેલી બેઠકના દોરમાં પ્રથમ દિવસે વલસાડ, ધરમપુર અને પારડી તાલુકા ત્‍યારબાદ આજરોજ ઉમરગામ, વાપી અને કપરાડા તાલુકામાં બેઠકોને આવરી લઈ કાર્યકર્તાઓને આગામી લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન તેમજ રણનીતિ વિશે સમજણ આપવામાં આવી હતી. આ બેઠકમાં દરેક તાલુકાના પ્રમુખો સાથે તાલુકા લેવલના અગ્રણી કાર્યકર્તાઓની વિશેષ હાજરી જોવા મળી હતી. અગામી ચૂંટણીમાં ભાજપાની નફરતની દુકાન સામે કોંગ્રેસની મહોબતની દુકાન જેવું વાતાવરણ આગામી ચૂંટણી માહોલમાં જોવા મળશે જેને દરેક કાર્યકર્તાઓએ મહોલ્લા અને મતદારો સુધી પહોંચાડવાની કામગીરી કરવાની છે જેવા સૂચનો કરવામાં આવ્‍યા હતા.
આ બેઠકો દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્‍ય શ્રી ઋત્‍વિકભાઈ મકવાણા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ અને માજી સાંસદ શ્રી કિશનભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ કાર્યકર્તાઓને સંબોધન કરી જરૂરીમાર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લાના પાંચ ધારાસભ્‍યોએ જગત જનની માઁ અંબેની પૂજા-અર્ચના કરી

vartmanpravah

ઉમરગામ તાલુકાની સરકારી શાળાઓમાં ગુણવત્તા યુક્‍ત શિક્ષણ અને સુવિધાના અભાવથી વિદ્યાર્થીઓનીદયનીય હાલત

vartmanpravah

દાનહના કૌંચા ગામેઆરડીસી ચાર્મી પારેખના હસ્‍તે ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર’નું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

નવસારી ખાતે પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ સહિત આજુબાજુના ગામોમાં જાહેર રસ્‍તાઓ ઉપર રખડતા પશુઓના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

Leave a Comment