January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ વાસોણામાં મોબાઈલની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર યુવાન ઝડપાયો

યુવાન તમંચો લઈને આવ્‍યો હતો દુકાનદાર અને આજુબાજુના લોકોએ યુવાનને ઝડપી પાડી પોલીસને સોંપી દીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: દાદરા નગર હવેલીના વાસોણા ચાર રસ્‍તા નજીક આવેલ મોબાઈલની દુકાનમાં બંધ કરવાના સમયે એક યુવાન અચાનક દુકાનમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરી ભાગી રહ્યો હતો, જેને દુકાનના માલિક અને આજુબાજુના લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપી દીધો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર હરિઓમ ટેલિકોમ જેના માલિક શ્રી જયેશભાઈ જેઓ રાત્રે નવ વાગ્‍યાના સુમારે દુકાન બંધ કરી રહ્યા હતા તે સમયે અચાનક એક યુવાન દુકાનમાં ઘુસી ગયો હતો અને અંદરનો સામાન ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે શ્રી જયેશભાઈએ જોઈલેતા એ યુવાને એના ખિસ્‍સામાંથી ગન કાઢી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગન ચાલી ન હતી જેથી દુકાનના માલિકે અજાણ્‍યા યુવાનનો પીછો કર્યો હતો. જેને જોઈ આજુબાજુના લોકો પણ દોડી આવ્‍યા હતા અને ભાગવાનો પ્રયાસ કરનાર યુવાનને ઝડપી પાડયો હતો અને થોડો મેથીપાક ચખાડયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ચોર યુવાનને પોલીસે કબ્‍જો લઈ રખોલી આઉટપોસ્‍ટ પર લઈ જવામાં આવ્‍યો હતો. આ ઘટનાની વધુ તપાસ પીએસઆઈ શ્રી નિલેશ કાટેકર કરી રહ્યા છે.

Related posts

સેલવાસ દમણગંગા નદીના કિનારેથી નરોલી સ્‍મશાન ભૂમી તરફ જતો રસ્‍તો જર્જરિત

vartmanpravah

ઉમરગામ તાલુકો ભ્રષ્ટાચારના ભરડામાં: વિજીલન્‍સ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

વાપી ડુંગરામાં કંપનીનું નામ બદલી અન્‍ય જગ્‍યાએ બિઝનેસ કરી રૂા.32.89 કરોડ વેચાણ વેરો ચાઉં કરનાર બે ડાયરેક્‍ટરોની ધરપકડ

vartmanpravah

પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દાદરા ખાતે ઝોન લેવલ પ્રશ્નમંચ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી કરવડ તેમજ ડુંગરા સુધીના 7:9 કિ.મી. ફોર લાઈન આર.સી. રોડ 68:35 કરોડના ખર્ચે બનશે

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

vartmanpravah

Leave a Comment