August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

બબલુ મોહન (ઉ.વ.20) મોટર સાયકલ પર સવાર હતો ત્‍યારે સર્જાયોહતો અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04 વાપી નેશનલ હાઈવે મંગળવારે રાતે અજાણ્‍યા વાહને મોટર સાઈકલ ચાલકને ટક્કર મારી દેતા ચાલક યુવાનનું ઘટના સ્‍થળે કરૂણ મોત નિપજ્‍યું હતું. પોલીસે મૃતક યુવાનની ઓળખ કરી લીધી હતી.
વાપી હાઈવે એટલે સલવાવથી યુપીએલ સુધી અકસ્‍માતનો રેડઝોન બની ચૂક્‍યો છે. લગભગ દરરોજ નાના મોટા અકસ્‍માત નિરંતર સર્જાતા રહે છે તેવો વધુ એક અકસ્‍માત વાપી હાઈવે વૈશાલી ચોકડીથી નજીકમાં મંગળવારે રાત્રે થયો હતો. હાઈવે ઉપર મોટર સાયકલ ચાલક યુવાનને કોઈ અજાણ્‍યા વાહને ટક્કર મારી દેતા અકસ્‍માતમાં યુવાનનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. ઘટના બાદ જીઆઈડીસી પોલીસ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન મૃતકની મોળખ થઈ હતી. મૃતક કરમબેલાનો બબલુ મોહન (ઉ.વ.20) તરીકે થઈ હતી. તેથી પોલીસે પરિવારને જાણ કરતા પરિવાર વાપી આવી પહોંચ્‍યો હતો. પોલીસે લાશને પી.એમ. માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજ બોક્‍સીંગમાં ઝળકી

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જે.એન.સોલંકીની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસ અને અદ્યતનીકરણના પર્યાય અને પ્રણેતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

નવસારી જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું

vartmanpravah

ધોડીપાડા ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો સાતમો સર્વજાતિ સમૂહલગ્નોત્સવ: ૫૫ યુગલોએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે મહેશભાઈ ગાવિતે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

Leave a Comment