(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લી. દ્વારા અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પરિયોજના હેઠળ આવતા ઉમરગામના ઝરોલી ગામે પહાડ ચીરીને ગુજરાતની પ્રથમ ટનલની કામગીરી પુર્ણ કરી દેવાઈ છે.
ઉમરગામ તાલુકાના ઝરોલી ગામે બુલેટ ટ્રેનના રૂટમાં આવતા પહાડમાં ટનલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ સુરંગ 12.6 મીટર વ્યાસ ધરાવે છે. તેની ઊંચાઈ 10.25 મીટર છે. જે સીંગલ ટયુબ હોર્સ શું આકારમાં નિર્માણ કરાઈ છે. જેમાં બે ટ્રેક ઉપર હાઈસ્પીડ બુલેટ ટ્રેન આવાગમન કરશે. આ પ્રોજેક્ટ તેના સમયની અંદર 10 મહિનામાં પુર્ણ કરી દેવાયો છે. તેથી વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ ગુજરાતનું પ્રથમ ગામ બન્યું છે. જ્યાં પહાડ ચીરીને બુલેટ ટ્રેન દોડશે. અહીં બનાવેલ સુરંગની લંબાઈ 350 મીટરની છે. સુરંગમાં સુરક્ષિત રીત 120 જેટલા બ્લાસ્ટ કરીને કામગીરી કરાઈ છે. જેમાં કર્મચારીઓની અને આસપાસના વિસ્તારની સલામતી ખાસ ધ્યાને લેવાઈ છે. રાત્રીના સમયે બોગદાનું ખોદકામ બંધઝ રખાતું હતું. ઉલ્લેખનીય છે કે આવી બીજી સાત ટનલ છે પરંતુ તે મહારાષ્ટ્રમાં આવી છે. મુંબઈ-અમદાવાદ વચ્ચેદોડનારી બુલેટ ટ્રેનનું અંતર કુલ 508 કિ.મી. લાંબો છે. મુંબઈ તરફથી વાપી પ્રથમ સ્ટેશન છે જ્યારે અમદાવાદ તરફથી ગુજરાતનું છેલ્લું સ્ટેશન છે. વલસાડ જિલ્લામાં બારે માસ વહેતી દમણગંગા-કોલક જેવી નદીઓ ઉપર ટ્રેન બ્રિજ ઉપરથી પસાર થશે. ટ્રેનના ટોટલ રૂટમાં 460-3 કિ.મી. વાયડકટ હશે. 7.22 કિ.મી. રૂટ પુલ પર અને 25-87 કિ.મી.નો રૂટ ટનલ પર હશે.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/10/WhatsApp-Image-2023-10-06-at-3.21.25-PM.jpeg)